→ ભારતીય સનદી અધિકારી, પ્રશાસક, રાજકારણી અને બંધારણની મુસદ્દા સમિતિના સભ્ય તરીકે સેવા આપનારા
→ તેઓ મૈસુર સિવિલ સર્વિસમાં પ્રથમ ક્રમે ઉતીર્ણ થયા હોવાથી તેમને કારમાઇલ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
→ મૈસુર સિવિલ સર્વિસમાં જોડાયા બાદ તેઓએ તુમકુર જિલ્લાના ગુબ્બી તાલુકામાં સહાયક કમિશનર તરીકે અને ત્યારબાદ તેમની નિયુક્ત મૈસુરના મુખ્ય સચિવ તરીકે કરવામાં આવી અને ઈંગ્લેન્ડના લંડન ખાતે તેમણે ટ્રેડ કમિશનર તરીકે મૈસુર રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 1941-46 દરમિયાન તેઓએ મૈસુરના 23માં દિવાનનું પદ
→ બીજા વિશ્વ યુદ્ધના દરમિયાન મૈસુરમાં ખોરાકની તીવ્ર અછત ઉદ્ભવી હતી, આ દરમિયાન તેમણે મૈસુરના દિવાન તરીકે યોગ્ય વ્યવસ્થા કરી, ઝડપથી ખોરાકની અછત દૂર કરી હતી.
બંધારણ સભાની મુસદ્દા સમિતિના સભ્ય તરીકે
→ ડો. બી. આર. આંબેડકરની આગેવાની હેઠળની બંધારણ સભાની મુસદ્દા સમિતિના સભ્ય તરીકે તેમણે ગ્રામ પંચાયતો અને સંઘવાદને લગતા મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો.
→ તેઓ ભારતની સત્તાવાર ભાષા તરીકે અંગ્રેજીને રાખવાની તરફેણમાં હતા અને હિન્દીને દેશની સત્તાવાર ભાષા બનાવવાના સખત વિરોધી હતા.
→ વર્ષ 1943માં તેમને કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર (CIE)ની ઉપાધિ આપવામાં આવી, જેનો તેમણે વર્ષ 1947માં ત્યાગ કર્યો હતો તેમજ મૈસુરના મહારાજા દ્વારા તેમને રાજમંત્ર પ્રવિણા અને પ્રધાન શિરોમણીની ઉપાધિ આપવામાં આવી હતી.
0 Comments