જયંત ખત્રી
જયંત ખત્રી
→ જન્મ : 24 સપ્ટેમ્બર, 1909 (મુંદ્રા, કચ્છ)
→ પિતા : હીરજીભાઈ
→ માતા : જયાબહેન
→ અવસાન : 6 જૂન, 1968 (માંડવી, કચ્છ)
→ ગુજરાતના પ્રખ્યાત આધુનિક વાર્તાકાર અને ચિત્રકાર
→ તેઓ વર્ષ 1935માં મુંબઇની નેશનલ મેડિકલ કોલેજમાંથી ડોક્ટર (LCPS) થયા. ત્યારબાદ મુંબઇ અને માંડવીમાં ડોક્ટર તરીકે સેવા આપી હતી.
→ તેઓ પ્રોગ્રેસિવ રાઇટર્સ એસોસીએશન અને ફિલ્મ જર્નાલિસ્ટ એસોસીએશનના સભ્ય રહ્યા હતા.
→ તેઓ માંડવી નગરપાલિકાના પ્રમુખ પદે રહ્યા હતા.
→ આ ઉપરાંત નાવિક મંડળના અધ્યક્ષ તેમજ કંડલા પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ રહી ચૂક્યા હતા.
→ તેમણે નવલકથાઓ, નવલિકાઓ, વ્યાખ્યાનો, લેખો અને એકાંકી ક્ષેત્રે સાહિત્ય સર્જન કર્યું હતું.
→ તેમની પ્રથમ વાર્તા વરસાદની વાદળી હતી.
→ તેમની વાર્તાઓમાં જીવનની કઠોર વાસ્તવિકતાઓનું નિરૂપણ, બૌદ્ધિકતા-ચિંતન તેમજ ક્યારેક વાર્તાનું શિથિલ સ્વરૂપ જોવા મળે છે.
→ તેમને લોહીનું ટીપું કૃતિ માટે મહીડા સુવર્ણચંદ્રક અને ખરા બપોર વાર્તાસંગ્રહ માટે ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક [1968-69] મરણોત્તર પ્રાપ્ત થયું હતું.
→ તેમણે ઘેલા નામના નાયકને લઈને લખેલી ઘાડ પરથી વર્ષ 2018માં ગુજરાતી ફિલ્મ ઘાડ બનાવવામાં આવી છે.
સાહિત્ય સર્જન
→ ટૂંકીવાર્તા : વરસાદની વાદળી (પ્રથમ), આનંદનું મોત, અડઘો દિવસ, ખીચડી, ગંગી અને અમે બધા, તેજગતિ અને ધ્વનિ, સિબિલ, અમે બુદ્ધિમાનો, હું, પ્રતાપ ઓ પ્રતાપ!, પતંગનું મોત, માટીનો ઘડો, નાગ, ધાડ, ડેડ એન્ડ (અંતિમ), લોહીનું ટીપું
→ વાર્તા સંગ્રહ : ફોરાં’ (1944), ‘વહેતાં ઝરણાં’ (1952) અને ‘ખરા બપોર’ (1968) (મરણોત્તર પ્રકાશન)
→ એકાંકી : મંગલપાંડે
0 Comments