મોરારજી દેસાઈ | Morarji Desai

મોરારજી રણછોડજી દેસાઇ
મોરારજી રણછોડજી દેસાઇ

→ જન્મ : 29 ફેબ્રુઆરી, 1896 (ભદેલી, વલસાડ)
→ પિતા : રણછોડજી દેસાઈ
→ માતા : વજિયાબેન દેસાઈ
→ પૂરું નામ : મોરારજી રણછોડજી દેસાઇ
→ અવસાન : 10 એપ્રિલ, 1995 (મુંબઇ)
→ સમાધિ સ્થળ : અભયઘાટ
→ વિશેષતા : ભારતના ચોથા વડાપ્રધાન (1977-1979), પ્રથમ ગુજરાતી વડાપ્રધાન અને પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન


→ તેઓ પ્રખર ગાંધીવાદી, ચુસ્ત શાકાહારી અને કુદરતી ઉપચારના હિમાયતી હતા. તેમણે માદક સેવનનો વિરોધ કર્યો હતો તેમજ તેઓ ખાદીના આગ્રહી રહ્યા હતા.

→ તેઓ મુંબઇની વિલ્સન કોલેજમાંથી સ્નાતક થયા બાદ બ્રિટિશ સરકારમાં ડેપ્યુટી કલેક્ટર પદે વર્ષ 1930 સુધી સેવા આપી હતી.


સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન

→ વર્ષ 1930માં ગાંધીજીના અસહકાર આંદોલનથી પ્રેરાઇને બ્રિટિશ સરકારમાંથી રાજીનામું આપીને ભારતની આઝાદીની લડતમાં જોડાયા.

→ તેઓ વર્ષ 1931માં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સભ્ય બન્યા અને વર્ષ 1937 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ રહ્યા હતા.

→ વર્ષ 1941માં વ્યક્તિગત સત્યાગ્રહ અને વર્ષ 1942માં હિન્દ છોડો ચળવળ દરમિયાન તેમની ધડપકડ કરવામાં આવી હતી.


ભારતના ચોથા વડાપ્રધાન

→ તેઓ 24 માર્ચ, 1977 થી 28 જુલાઈ, 1979 દરમિયાન ભારતના ચોથા વડાપ્રધાન પદે રહ્યા હતા. તેઓ સૌથી મોટી વયે વડાપ્રધાન બન્યા હતા.

→ તેઓ પ્રથમ વડાપ્રધાન હતા કે જેમણે વર્ષ 1979માં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થતા, મતદાન પહેલા જ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું, કારણ કે તેઓ સરકાર રચવા માટે તથા સરકાર ટકાવી રાખવા માટે તોડ-જોડ કરવા માંગતા ન હતા.

→ તેમણે વર્ષ 1974માં ભારતના પ્રથમ અણુધડાકા પછી ચીન અને પાકિસ્તાન સાથે મૈત્રીભર્યા સબંધો સ્થાપિત કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો અને ભારત- પાકિસ્તાન વચ્ચેની વર્ષ 1971ની યુદ્ધની પરિસ્થિતિ નિવારી હતી.



→ તેમણે સરકારમાં કેટલાય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા હતા, જેવાં કે મુંબઈ રાજ્યનાં મુખ્યમંત્રી, ભારતના નાયબ વડાપ્રધાન, નાણાંપ્રધાન અને ગૃહપ્રધાન હતા.

→ ઉપરાંત તેઓ ભારતમાં સૌથી વધુ વખત બજેટ (10 વખત) રજૂ કરનાર મંત્રી હતા. તેઓ પોતાના જન્મદિવસે બજેટ રજૂ કરનાર એકમાત્ર મંત્રી હતા.

→ તેઓ પ્રથમ વહીવટી સુધારા આયોગ (વર્ષ 1966)ના અધ્યક્ષ હતા.


પુરસ્કાર

→ તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે, જેમણે ભારત દેશના સર્વોચ્ચ સન સન્માન ભારતરત્ન (1991) તેમજ પાકિસ્તાન દેશના સર્વોચ્ચ સન્માન નિશાન-એ-પાકિસ્તાન (1990) થી સન્માનિત કરવામાં આવ્યા હતાં.




→ 10 જાન્યુઆરી, 1955ના રોજ રાજ્ય પુનઃરચનાનો અહેવાલ જાહેર થયો જેના અધ્યક્ષ મોરારજી દેસાઇ હતા.

→ તેઓ દ્વિભાષી મુંબઈ રાજ્યના બીજા મુખ્યમંત્રી હતા અને તેઓ અખંડ મુંબઈ રાજ્યના સમર્થનમાં હતા.

→ વર્ષ 1975માં કટોકટી જાહેર કરવામાં આવી ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

→ તેમણે ગુજરાતનાં નવનિર્માણ આંદોલનને સમર્થન આપવા માટે અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ કરી હતી.

ઇન માય વ્યુ તેમની આત્મકથા છે, જેનો ગુજરાતી અનુવાદ મારું જીવન વૃતાંત નામે ત્રણ ભાગમાં નવજીવન પ્રકાશન દ્વારા પ્રગટ કરવામાં આવેલ છે.

"જો પ્રશ્ન દેશની આઝાદીનો હોય તો પરિવારને લગતી સમસ્યાઓ ગૌણ થઈ જાય છે." - મોરારજી દેસાઇ
→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments