સરદારસિંહ રાણા | Sardarsinh Rana

સરદારસિંહ રાણા
સરદારસિંહ રાણા

→ જન્મ : 10 એપ્રિલ, 1870 (કંથારિયા ગામ, લીંબડી, જિ. સુરેન્દ્રનગર)

→ પિતા : રવાભાઈ

→ માતા : ફૂલજીબા

→ ઉપનામ : સદૂભા (ગાંધીજી દ્વારા)

→ અવસાન : 25 મે, 1957 (વેરાવળ)

→ ગુજરાતના ક્રાંતિકારી સ્વતંત્રતા સેનાની સરદારસિંહ રાણા


→ તેઓ રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કુલમાં ગાંધીજીના સહાધ્યાયી હતા.

→ પોતાના અભ્યાસકાળ દરમિયાન પૂણેમાં લોકમાન્ય તિળક અને સુરેન્દ્રનાથ બેનર્જીના સંપર્કમાં આવવાથી તેમનામાં દેશભક્તિની ભાવના પ્રગટ થઇ.

→ તેમની લંડનમાં મુલાકાત ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા અને મેડમ ભિખાઈજી કામા સાથે થઇ હતી.

→ લંડનમાં તેઓએ વકીલાતની પદવી પ્રાપ્ત કરી હતી.

→ લંડનમાં 1857ના સ્વતંત્રતા સંગ્રામની 1907માં અર્ધશતાબ્દીની ઉજવણીના કાર્યક્રમમાં પ્રમુખ બન્યા હતા.

→ વર્ષ 1907માં જર્મનીના સ્ટુટગાર્ડ ખાતે ભારતનો પ્રથમવાર રાષ્ટ્રધ્વજ મેડમ કામાએ ફરકાવ્યો ત્યારે તે પરિષદમાં સરદાર સિંહે પણ ભાગ લીધો હતો.

→ વર્ષ 1909માં મદનલાલ ઢીંગરાએ બ્રિટિશ લશ્કરી અધિકારી કર્નલ વિલિયમ વાઇલીની હત્યા લંડનમાં કરી હતી, તેમને રિવોલ્વર સરદારસિંહ રાણાએ આપી હતી.

→ ભારતને સ્વતંત્ર કરવા સરદારસિંહ રાણાએ ઇન્ડિયન હોમરૂલ સોસાયટી, ઇન્ડિયા હાઉસ અને યુરોપમાં ભારતીયોના સંગઠનોમાં વગેરે પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો.

→ તેઓ ભારતની બહાર રહેતા વિધાર્થીઓને અભ્યાસને અર્થે વર્ષે 2000 રૂપિયાની ૩ અલગ - અલગ શિષ્યવૃત્તિ આપતા હતા. જેઓના નામ અનુક્રમે મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી અને અકબર રાખવામાં આવ્યા હતા.

→ પેરિસમાં જીવનચંદ્રની ઝવેરાતની પેઢી ચાલતી હતી. તેમાં રહીને તેઓ ઝવેરાતના વ્યવસાય સાથે સંકળાયેલ હતા.

→ તેઓ પેરિસ ભારતીય સોસાયટીના સભ્ય તથા ભારતીય હોમરૂલ સોસાયટીના ઉપાધ્યક્ષ પણ રહ્યાં હતા.

→ વર્ષ 1911 ઓક્ટોબરમાં સરદારસિંહ રાણાની બ્રિટિશ સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી અકળાઈને કાઠિયાવાડના એજન્ટે જાહેરનામું બહાર પાડી તેમના બધા રાજકીય હકો છીનવી લીધા હતા. વર્ષ 1922 ના બીજા હુકમ દ્વારા એમની લીંબડી રાજ્યની તમામ મિલકતો સરકારે જપ્ત કરી લીધી.

→ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ઇંગ્લેન્ડ દ્વારા તથા દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે જર્મની દ્વારા સરદારસિંહ રાણાની ધરપકડ કરવામાં આવી હતી.

→ આઝાદ ભારતની પ્રથમ સંસદના 60 સભ્યોને તેમના અભ્યાસ દરમિયાન સરદારસિંહ રાણા દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી.

→ તેમણે પોતાની બધી સંપતિનું દાન યુનિવર્સિટીના વિકાસ માટે કર્યુ હતુ.

→ દેશની આઝાદી બાદ દેશી રજવાડાઓને સાલિયાણા આપવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે તેમના ભાગની રકમનો અસ્વીકાર કરી દેશના વિકાસ માટે વાપરવાની ભલામણ કરી હતી.

→ વર્ષ 1951માં ફ્રાંન્સની સરકારે તેમને ફ્રાંન્સનાં સર્વોચ્ચ નાગરિક સન્માન શેવાલિયર થી સન્માનિત કર્યાં હતા.

→ વર્ષ 2018માં સરદાર રાણાની 148જન્મતિથી નિમિતે sardarsinhrana.com વેબસાઈટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments