મીઠુબહેન પીટીટ | Mithuben Petit

મીઠુબહેન પીટીટ
મીઠુબહેન પીટીટ

→ જન્મ : 11 એપ્રિલ, 1892 (મુંબઈ)

→ પૂરું નામ : મીઠુબહેન હર્મુસજી પીટીટ

→ અવસાન : 16 જુલાઈ, 1973 (સુરત)

→ બિરુદ : દીનભગિની (સરદાર પટેલ દ્વારા)

→ જાણીતા સમાજસેવિકા અને મહાત્મા ગાંધીના અનુયાયી મીઠુબહેન પીટીટ



સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન

→ માઇર્જી તરીકે જાણીતા મીઠુબેન વર્ષ 1922માં ગાંધીજીની ધરપકડ થતાં મુંબઇથી સુરત જઈને ખાદીનો પ્રચાર કર્યો હતો.

→ વર્ષ 1927માં ગુજરાતમાં પૂર આવ્યું ત્યારે તેમણે ખેડા જિલ્લામાં જઈને દરબાર ગોપાલદાસ અને ભક્તિબાની છાવણીમાં ખંતપૂર્વક રાહત કાર્યો કર્યા.

→ 1928ના બારડોલી સત્યાગ્રહને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

→ ગાંધીજીએ સવિનય કાનૂનભંગ (દાંડીકૂચ)ની લોકલડત શરૂ કરી ત્યારે ગાંધીજીએ ગુજરાતની સમગ્ર સ્ત્રીઓની સંસ્થા સ્ત્રી સ્વરાજ સંઘનું સંચાલન મીઠુબહેનને સોંપ્યું હતું.

→ તેમણે મણીબહેન પટેલ, ભક્તિબા, શારદાબહેન, જ્યોત્સનાબહેન શુક્લ અને વસુબહેન ઠાકોર જેવી સ્ત્રીઓ સાથે મળીને સ્વયં સેવિકા સંઘની સ્થાપના કરી અને દારૂની દુકાનો પર પિકેટિંગ તેમજ વિદેશી કાપડની હોળી કરી હતી.

→ તેમણે મરોલી (સુરત)માં કસ્તુરબા વિવિંગ સ્કૂલ અને કસ્તુરબા સેવાશ્રમની સ્થાપના કરીને શિક્ષણ, ખાદી, વૈદકીય સારવાર પ્રવૃતિઓમાં તેઓ કાર્યરત રહ્યાં હતાં.

→ તેમણે વર્ષ 1942ની હિન્દ છોડો ની લડતમાં સક્રિય રીતે ભાગ લીધો હતો.

→ સરોજી નાયડુ દ્વારા સ્થાપિત અખિલ ભારતીય મહિલા પરિષદના ખાદી વિભાગમાં સચિવ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી.

→ તેમણે વર્ષ 1942માં માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરી હતી.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments