કસ્તુરબા ગાંધી | Kasturba Gandhi

કસ્તુરબા ગાંધી
કસ્તુરબા ગાંધી

સમગ્ર રાષ્ટ્રના બા કસ્તુરબા ગાંધી

→ જન્મ : 11 એપ્રિલ, 1869 (પોરબંદર)

→ માતા : વ્રજકુંવરબા

→ પિતા : ગોકુળદાસ કાપડિયા

→ પૂરું નામ : કસ્તુરબા મોહનદાસ ગાંધી

→ બિરુદ : બા

→ અવસાન : 23 ફેબ્રુઆરી, 1944 (આગાખાન પેલેસ, પૂણે)

→ જાણીતા સમાજસુધારક અને મહાત્મા ગાંધીજીના પત્ની કસ્તુરબા


→ તેમના લગ્ન 13 ઉંમરે થયા સમયે તેઓ અક્ષરજ્ઞાન પુર્ણિમાબેન પકવાસા દ્વારા આપવામાં આવ્યું હતું.

→ કસ્તુરબા ગાંધીજી સાથે આઝાદીની ચળવળમાં જોડાયા હતા. તેમજ વિવિધ સત્યાગ્રહો અને આંદોલનમાં સક્રિય ભાગ લઇ જેલવાસ ભોગ્યો હતો.

→ વર્ષ 1915માં ગાંધીજી સાથે ચંપારણ સત્યાગ્રહ દરમિયાન કસ્તુરબા તેમાં સહભાગી બન્યા હતા.

→ તેઓ કામદારોનાં બાળકો અને સ્ત્રીઓને સ્વચ્છતા, શિસ્ત અને વાંચન - લેખન શિખવતા.

→ વર્ષ 1922માં તેમની તબિયત ખરાબ હોવા છતાં બોરસદ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો.

→ વર્ષ 1942માં તેમની ધરપકડ કર કરી પુનાના આગખાન પેલેસ (જેલ)માં મોકલી દેવામાં આવ્યા હતા.

→ તેઓ વર્ષ 1897માં ગાંધીજીની સાથે દક્ષિણ આફ્રિકા ગયા હતા.

→ વર્ષ 1904 થી 1914 દરમિયાન તેમણે ડર્બન નજીક ફિનિક્સ આશ્રમની પ્રવૃત્તિમાં સહયોગ આપ્યો હતો.

→ વર્ષ 1913માં દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની દારૂણ કામકાજની સ્થિતિ વિરૂદ્ધ કરેલ આંદોલન દરમિયાન તેઓની ધરપકડ થઈ હતી અને ત્રણ માસની જેલની સજા થઈ હતી.

→ કસ્તુરબા બ્રોન્કાઇટિસની બિમારીથી પિડાતા હતા.

→ કસ્તુરબાના નિધન બાદ ગાંધીજીએ પોતાના જન્મદિવસ 2 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાંથી એકત્રિત થયેલા 1 કરોડ 75 લાખ 30 હજાર રૂપિયાની રાશિમાંથી કસ્તુરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારકની સ્થાપના મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે કરી હતી.

→ આ સ્મારક ટ્રસ્ટના પ્રથમ અધ્યક્ષ ગાંધીજી હતા.

→ આ સ્મારકના નિર્માણ માટે ઇન્દોરના હુકુમચંદ શેઠ તરફથી 400 એકર જમીન દાન સ્વરૂપે આપવામાં આવી હતી.

→ આ સ્મારક બનાવવાનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર દેશમાં ગ્રામીણ વિકાસ અને મહિલા સંબંધિત સમસ્યા દૂર કરવાનો છે.


રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ

→ તેમના જન્મદિવસ નિમિત્તે ભારત સરકાર દ્વારા વર્ષ 2003થી 11 એપ્રિલને રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

→ આ દિવસનો ઉદેશ્ય સગર્ભા સ્ત્રીઓની યોગ્ય આરોગ્ય સંભાળ અને પ્રસૂતિ સુવિધામાં આધુનિકતા લાવવાનો છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments