રખાલદાસ બેનરજી | RakhalDas Banerji

રખાલદાસ બેનરજી
રખાલદાસ બેનરજી

→ જન્મ : 12 એપ્રિલ 1885, (મૂર્શિદાબાદ,બંગાળ)

→ અવસાન : 23 મે 1930, (કોલકત્તા)

→ ભારતના પ્રસિદ્ધ પુરાતત્વવિદ્ અને ઇતિહાસકાર રખાલદાસ બેનરજી


→ તેમણે વર્ષ 1910માં કોલકત્તા વિશ્વ વિધાલયમાંથી ઇતિહાસ વિષય સાથે M.A.ની ડિગ્રી મેળવી હતી.

→ વર્ષ 1910માં તેઓ કલકત્તાના ભારતીય સંગ્રહાલયના પુરાતત્વ વિભાગમાં સહાયક તરીકે જોડાયા.

→ તેઓ વર્ષ 1911માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગમાં ઉત્ખનન સહાયક તરીકે કાર્ય કર્યુ હતું.


મોહેં-જો-દડો અને અન્ય શોધો

→ વર્ષ 1922માં બૌદ્ધ સ્તૂપના સંશોધન દરમિયાન જ્હોન માર્શલના નેતૃત્વમાં રખાલદાસ બેનરજીએ સિંધનાં લારખાના જિલ્લામાં સિંધુ નદીના કાંઠે મોહેં જો - દડો નામના સ્થળની શોધ કરી હતી તેમજ મોહેં - જો - દડોના ઉત્ખનનનો પ્રથમ રિપોર્ટ પણ તેમણે તૈયાર કર્યો હતો.

બાંગ્લા લિપિનું મૂળ સ્વરૂપ પ્રોટો-બંગલા લિપિનો અભ્યાસ કરનાર પ્રથમ વ્યક્તિ હતા.

→ તેમણે 6 વર્ષ સુધી મહારાષ્ટ્ર, ગુજરાત, સિંધ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ગુપ્તકાલીન મંદિરો, સ્મારકો અને બૌદ્ધ સ્તૂપો વિશે ઉત્ખનનો કરી ભારતીય સાંસ્કૃતિક વારસાના ક્ષેત્રે મહત્વપુર્ણ કાર્ય કર્યુ હતું. જેની માહિતી એન્યુઅલ રિપોર્ટ ઓફ ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયામાં ઉપલબ્ધ છે.

→ તેમણે 20મી સદીના પ્રથમ ચરણમાં તત્કાલીન ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના મહાનિર્દેશક જહોન માર્શલના સહયોગીના રૂપમાં પુરાતત્વીય ઉત્ખનન, શોધ અને સ્મારકોના સંરક્ષણમાં વિશેષ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.

→ ભૂમરા (મધ્યપ્રદેશ)ના ઉલ્લેખનીય પ્રાચીન યુગના મંદિર તથા મધ્યકાલીન કલ્યુટી સ્મારકો સંબંધી શોધ તેમના સમય દરમિયાન થઇ હતી.

→ તેમણે પ્રાચીન મુંદ્રા, ધ પાલ ઓફ બેન્ગાલ, બ્રાસ રિલિફ ઓફ બદામી, ધ શિવ ટેમ્પલ ઓફ ભૂમરા, હિસ્ટ્રી ઓફ બંગાળ, હિસ્ટ્રી ઓફ ઓરિસ્સા, ધ હૈયાશ ઓફ ત્રિપુરી એન્ડ ધેર મોન્યુમેન્સ, ધ પેલેઓગ્રાફી ઓફ હાટી ગુફા એંડ નાનાઘાટ ઇનક્રિપ્શન્સ જેવા સંશોધન ગ્રંથો લખ્યા છે.

→ તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પ્રાચીન ભારતીય ઇતિહાસના અધ્યાપક તરીકે કાર્ય કર્યુ હતું.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments