→ તેઓ પ્રસિદ્ધ કવિ, નાટ્યકાર, નવલકથાકાર, ચરિત્રકાર, આત્મકથાકાર અને સંપાદક હતા.
→ ઊર્મિશીલતા, રહસ્યમયતા, લયમધુરતા અને સંગઠર્શિતા એ તેમના કાવ્યસર્જનની વિશિષતા હતી.
→ તેઓ વર્ષ 1920માં મેટ્રિકનો અભ્યાસ અધૂરો છોડી અસહકારની લડતમાં સામેલ થયા હતા.
→ તેમણે ગુજરાત વિધાપીઠમાંથી વર્ષ 1926માં રાજયશાસ્ત્ર વિષય સાથે સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
→ તેઓએ વર્ષ 1926-28 દરમિયાન ગુજરાત વિધાપીઠમાં રાજયશાસ્ત્ર અને ઇતિહાસના અધ્યાપક તરીકે ફરજ બજાવી હતી.
→ તેઓ વર્ષ 1934માં મુંબઇની વિલે પારલે ની રાષ્ટ્રીય શાળામાં આચાર્ય પદે નિયુક્ત થયા હતા.
→ તેઓએ વર્ષ 1938માં અમદાવાદની શેઠ ચીમનલાલ નગીનદાસ વિધાવિહારમાં આચાર્ય અને નિયામક પદે કાર્ય કર્યુ હતું.
→ તેમણે અમદાવાદની સી.એન. વિધાલયને ઝળહળતી શિક્ષણ સંસ્થા બનાવવા પોતાનું આખું જીવન સમર્પિત કર્યું હતું.
→ તેમને વર્ષ 1961માં રાષ્ટ્રપતિ તરફથી 'શ્રેષ્ઠ શિક્ષક' તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત તેમને વર્ષ 1967માં રણજીતરામ સુવર્ણચંદ્રક અને વર્ષ 1985માં નર્મદચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
→ તેઓ વર્ષ 1972-73માં મદ્રાસ ખાતે ભરાયેલ ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ પદે રહ્યા હતા. આ ઉપરાંત તેઓ ત્રણેકવાર ગુજરાત વિધાપીઠના કાર્યકારી કુલપતિ પણ રહ્યા હતા.
→ તેઓ ગુજરાતી સાહિત્યમાં 'હાઇકુ' પ્રકારના કાવ્યો માટે ખૂબ જ લોકપ્રિય બન્યા હતા.
→ હાઈકુ એક જાપાની કાવ્ય પ્રકાર છે. જે માત્ર 17 અક્ષર (5-7-5)નું બંધારણ ધરાવે છે.
→ હાઇકુ ગુજરાતી ભાષાનો સૌથી નાનો સાહિત્ય પ્રકાર છે.
→ સ્નેહરશ્મિએ હાઇકુના સ્વરૂપને 'મુક્તકકલ્પ' કે 'સતરાક્ષરી' તરીકે ઓળખાવ્યું છે.
→ કવિ ઉશનસે (નટવરલાલ પંડયા) તેને 'મુક્તકમાં બોધડહાપણની ઉકિત હોઇ શકે' તરીકે ઓળખાવ્યું છે.
→ નવલકથાકાર અને કવિ કિશોરસિંહ સોલંકીએ પણ હાઈકુ અને તાંકાના મિશ્રણથી 'હાઇન્કા'નો પ્રયોગ કર્યો છે.
→ જાપાનમાં રેંગામાંથી તાંકા થયું. તાંકામાંથી હાઇકુ થયું. તાંકામાંથી 5 પંક્તિઓ હતી. જેમાં કુલ અક્ષરોની સંખ્યા ગોઠવણી 31 હતી.
→ તેમનો સૌપ્રથમ કાવ્યસંગ્રહ 'અર્ધ્ય' અને ત્યારબાદ 'પનઘટ' પ્રકાશિત થયો હતો.
→ ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ હાઇકુ 'સોનેરી ચાંદ રૂપેરી સૂરજ' એ સ્નેહરશ્મિનો 359 હાઇકુ અને 6 તાંકા કાવ્યો સમાવતો હાઇકુ સંગ્રહ છે.
→ 'સકલ કવિતા' એ તેમની વર્ષ 1921 થી 1984 સુધીની તમામ કાવ્યરચનાઓનો ગ્રંથ છે.
0 Comments