ભારતીય સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકે | Dadasaheb Phalke

ભારતીય સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકે
ભારતીય સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકે

→ જન્મ : 30 એપ્રિલ, 1870 (ત્રંબકેશ્વર, મહારાષ્ટ્ર)
→ પૂરું નામ : ધુંડીરાજ ગોવિંદ ફાળકે
→ અવસાન : 16 ફેબ્રુઆરી, 1944 (નાશિક, મહારાષ્ટ્ર)
→ ભારતીય ફિલ્મ ઉધોગના પિતામહ ગણાતા દાદા સાહેબ ફાળકે

→ તેમણે વર્ષ 1885 મુંબઇની જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાંથી કલાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.
→ તેઓ વર્ષ 1890માં વડોદરાના કલાભવનમાં જોડાયા હતા.

→ તેમણે વર્ષ 1902માં વડોદરાના આર્કિયોલોજી વિભાગમાં ફોટોગ્રાફર અને ડ્રાફ્ટમેનની નોકરી સ્વીકારી હતી.

→ તેમના પ્રણેતા રસાયણ વૈજ્ઞાનિક ત્રિભુવનદાસ ગજજર પાસેથી ફોટોગ્રાફી શીખી હતી.


ભારતીય સિનેમામાં યોગદાન

→ તેમણે વર્ષ 1897માં ગોધરા ખાતે અંબિકા સ્ટુડિયો શરૂ કર્યો હતો.

→ તેમણે વર્ષ 1910માં લાઈફ ઓફ ક્રાઇસ્ટ નામની ફિલ્મ જોઈ હતી આ ફિલ્મ પરથી તેમને ભગવાન શ્રીકૃષ્ણ, રામ અને પુરાણો પર ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો.

→ તેમણે વર્ષ 1910માં Growth of Pea Plant (Ankurachi Wadh) નામની પ્રથમ ટૂંકી ફિલ્મ બનાવી હતી.

→ તેમણે વર્ષ 1912માં ઇંગ્લેન્ડથી વિલિયમ્સન નામનો ફિલ્મ કેમેરો ખરીધો હતો.

→ તેમણે રાજા હરિશ્ચંદ્રની જાણીતી પૌરાણિક કથા પરથી વર્ષ 1913માં રાજા હરિશ્ચંદ્ર નામની ભારતની પ્રથમ મૂક ફિલ્મ બનાવી હતી, જેમાં તારામતીની ભૂમિકા અન્ના સાળુકે ભજવી હતી.

→ દાદાસાહેબ ફાળકેની મોહિની ભસ્માસુર ફિલ્મમાં અભિનય કરનાર ભારતની પ્રથમ મહિલા અભિનેત્રી કમલાબાઈ ગોખલે હતા.

→ વર્ષ 1917માં મુંબઇ ખાતે હિન્દુસ્તાન ફિલ્મ કંપનીની સ્થાપના કરી હતી. તેમની આ કંપનીની પ્રથમ ફિલ્મ શ્રીકૃષ્ણ જન્મ હતી.

→ તેમણે સત્યવાન સાવિત્રી, લંકા દહન, શિશુપાલવધ, સેતુબંધન, કૃષ્ણ જન્મ જેવી 95થી વધુ ફિલ્મો અને 26 ટૂંકી ફિલ્મો બનાવી હતી.

→ તેમની છેલ્લી ફિલ્મ ગંગાવતરણ (1937) હતી. જે તેમના દ્વારા દિગ્દર્શિત પ્રથમ બોલતી ફિલ્મ હતી.


દાદાસાહેબ ફાળકે એવોર્ડ

→ તેમના નામ પરથી ભારતીય ફિલ્મ જગતનો સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવે છે.

→ આ એવોર્ડ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા વર્ષ 1969થી શરૂ કરવામાં આવ્યો છે.

→ આ એવોર્ડ સૌપ્રથમ વર્ષ 1969માં દેવિકા રાણીને આપવામાં આવ્યો હતો.

→ વર્ષ 2021નો 53મો દાદાસાહેબ ફાળકે એવોર્ડ પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને એનાયત થયો હતો.

→ દાદા સાહેબ ફાળકે એવોર્ડમાં વિજેતા વ્યક્તિને રોકડ ઇનામ તરીકે 10 લાખ રૂપિયા, કમળ, સુવર્ણ અને શાલથી સન્માનિત કરવામાં આવે છે.

→ ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા વર્ષ 1971માં દાદાસાહેબ ફાળકેની સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

→ વર્ષ 1896માં પેરિસમાં લુમિયર બંધુઓ (ઓગસ્ટ અને લુઈસ) એ વિશ્વમાં સૌપ્રથમવાર પડદા પર ફિલ્મ રજૂ કરી હતી.

વર્ષ 19314માં અરદેસર ઈરાની દ્વારા દિગ્દર્શિત આલમ આરા ભારતની પ્રથમ બોલતી ફિલ્મ હતી.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments