ગોપાલકૃષ્ણ ગોખલે | Gopal Krishna Gokhale

ગોપાલકૃષ્ણ ગોખલે
ગોપાલકૃષ્ણ ગોખલે

→ જન્મ : 9 મે, 1866 રત્નાગિરી (મહારાષ્ટ્ર)

→ પિતા : કૃષ્ણરાવ ગોખલે

→ માતા : વાલુબાઈ

→ ગુરુ: મહાદેવ ગોવિંદ રાનડે

→ ઉપાધિ : મહાત્મા ગાંધીના રાજનૈતિક ગુરૂ

→ અવસાન : 19 ફેબ્રુઆરી, 1915 મુંબઈ પ્રાંત (મહારાષ્ટ્ર)

→ બિરુદ : ભારતનો નાયક, મહારાષ્ટ્રનું રત્ન, શ્રમિકોના રાજકુમાર (લોકમાન્ય ટિળક દ્વારા), સક્રિય પશ્ચિમી કાર્યકર્તા અને રહસ્યવાદી સ્વપ્નદ્રષ્ટા જેવા


→ ભારતીય સ્વતંત્રતા ચળવળના અગ્રદૂત, ઉદારવાદી રાજનેતા અને ભારતીય સમાજસુધારક


સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન

→ તેઓ વર્ષ 1884માં મહાદેવ ગોવિંદ રાનડે દ્વારા સ્થાપિત ડેક્કન એજ્યુકેશન સોસાયટીના સભ્ય બન્યા ત્યારબાદ તેઓ વર્ષ 1889માં અલાહાબાદ કોંગ્રેસ અધિવેશનથી રાજનીતિમાં પ્રવેશ કર્યો.

→ આ ઉપરાંત તેઓ સાર્વજનિક સભા, પૂણેમાં મહાદેવ ગોવિંદ રાનડે (ન્યાયાધીશ, વિદ્વાન, સમાજસુધારક)ના સચિવ રહ્યાં હતાં.

→ તેઓ વર્ષ 1902 થી વર્ષ 1915 સુધી ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય રહ્યા હતા.

→ વર્ષ 1905માં બનારસ ખાતે યોજાયેલા કોંગ્રેસના અધિવેશનની અધ્યક્ષતા કરી હતી.

→ તેમણે 12 જૂન, 1905માં ભારત સેવક સમાજની સ્થાપના પુણે ખાતે કરી હતી.

→ તેમણે મોર્લે-મિન્ટો સુધારા - 1909 ની રજૂઆતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો, જો કે આ સુધારા બાદ સાંપ્રદાયિક વિભાજનના બીજ રોપાયા હતાં.

→ તેમણે વર્ષ 1910માં નેટીવ ઇન્ડેન્ટેડ લેબર બિલમાં ગાંધીજીને મદદ કરી હતી.

→ ગાંધીજીના કહેવાથી તેઓ વર્ષ 1912માં દક્ષિણ આફ્રિકા ગયા અને ત્યાં રંગભેદની નીતિનો વિરોધ કર્યો હતો.

→ તેમના જીવન પર પશ્ચિમી રાજનૈતિક વિચારકો જેવા કે જ્હોન સ્ટુઅર્ટ મિલ અને એડમંડ બર્કનો પ્રભાવ જોવા મળે છે.

→ તેઓ ભારતના વિકાસની ચાવી શિક્ષણમાં જોતા હતા પુષ્કળ અંગ્રેજી પુસ્તકો વાંચતાં. તેમના વિશે કહેવાતું કે, ગોખલેએ જે પુસ્તક ન વાંચ્યુ હોય તે પુસ્તક વાંચવા જેવું નહિ જ હોય.

→ તેમણે અંગ્રેજોના અત્યાચાર પર ભારતીયોને કડક શબ્દોમાં કહ્યુ હતું કે, તેમને ધિકકાર છે, જે પોતાના મા-બહેન પર થતા અત્યાચારને ચૂપ બેસીને જોયા કરે છે આટલુ તો પશુ પણ સહન કરે નહી.

→ બાળ ગંગાધર તિલકે તેમના અગ્નિ સંસ્કારમાં કહ્યુ હતું કે, "ભારતનો આ હીરો, મહારાષ્ટ્રનો અણમોલ રત્ન, કર્મચારીઓના બાદશાહ શાશ્વત રૂપે આ જમીન પર વિશ્રામ કરી રહેલ છે. તેમની તરફ જુઓ અને તેમનું અનુકરણ કરો"

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments