દેવેન્દ્રનાથ ટાગોર | Devendranath Tagore

દેવેન્દ્રનાથ ટાગોર
દેવેન્દ્રનાથ ટાગોર

→ જન્મ : 15 મે, 1817 (કોલકાતા)

→ ઉપાધિ : પ્રિંસ (દાનશીલતાના લીધે)

→ પિતા : દ્વારકાનાથ

→ માતા : દિગંબરીદેવી

→ અવસાન : 19 જાન્યુઆરી, 1905 (કોલકાતા)

→ ભારતીય સંસ્કૃતિ અને બંગાળી સાહિત્યના વિદ્વાન તેમજ સમાજ સુધારક


→ તેમના ઉચ્ચ ચરિત્ર અને આધ્યાત્મિક જ્ઞાનના કારણે લોકો તેમને મહર્ષિ તરીકે ઓળખતા હતા.


આદિ બ્રહ્મોસમાજ અને તત્વબોધિની સભા

→ દેવેન્દ્રનાથ ટાગોરે વર્ષ 1833માં સમાજ સુધારક રાજા રામમોહન રાયના મૃત્યુ બાદ બ્રહ્મો સમાજનું નેતૃત્વ કરી, તેને નવી ચેતના અને નવું સ્વરૂપ આપ્યું હતું.

→ પાછળથી બ્રહ્મો સમાજના નવા આચાર્ય કેશવચંદ્ર સેન અને દેવેન્દ્રનાથ ટાગોર વચ્ચે મતભેદો ઊભા થયા. જેથી વર્ષ 1866માં કેશવચંદ્ર સેને ભારતીય બ્રહ્મો સમાજ નામની નવી સંસ્થા બનાવી, જ્યારે દેવેન્દ્રનાથના બ્રહ્મો સમાજને આદિ બ્રહ્મો સમાજ તરીકે ઓળખવામાં આવ્યું.

→ દેવેન્દ્રનાથ ટાગોર બ્રહ્મો સમાજમાં જોડાયા તે પેહલાથી જ જ્ઞાનવર્ધિની સભાના પણ સદસ્ય હતા.

→ તેમણે વર્ષ 1839માં તત્વરંજિની સભાની સ્થાપના કરી હતી, જેનું આગળ જતા તત્વબોધિની સભા નામ પડયું. જેનો ઉદ્દેશ્ય ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને રાજા રામમોહન રાયના વિચારોનો પ્રસાર કરવાનો તેમજ માતૃભાષાનો વિકાસ તથા વિજ્ઞાન અને ધર્મશાસ્ત્રના અધ્યયનની જરૂરિયાતને બળ આપવાનો હતો.

→ આ સભા વર્ષ 1843થી બંગાળી પત્રિકા તત્વબોધિનીનું પ્રકાશન કરતી હતી. જેનો ઉદ્દેશ સભાના વિચારોને પ્રચારિત કરવાનો હતો.

→ ત્યારબાદ વર્ષ 1859માં તત્વબોધીની સભા અને જ્ઞાનવર્ધિની સભાનું બ્રહ્મો સમાજમાં એકીકરણ કરવામાં આવ્યું.

→ વર્ષ 1844માં દેવેન્દ્રનાથે યુવાનોને વેદાંત અને બ્રહ્મ ધર્મ શીખવવા તેમજ તાલીમ આપવા માટે તત્વબોધિની પાઠશાળાની પણ સ્થાપના કરી હતી.


ધાર્મિક અને સાહિત્યિક ક્ષેત્રે પ્રદાન

→ તેમણે વિધવા પુનઃવિવાહ અને સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપ્યું હતું અને સામાજિક કુરિવાજોનો વિરોધ કર્યો હતો.

→ તેઓ વર્ષ 1851માં સ્થપાયેલ બ્રિટિશ ઇન્ડિયન એસોસિયેશનના પ્રથમ સચિવ બન્યા હતા. આ સંસ્થાનો ઉદ્દેશ બંધારણીય આંદોલન દ્વારા દેશના વહીવટમાં દેશવાસીઓની ભાગીદારી વધારવાનો હતો.

→ તેમણે હિન્દુ પૂજાની વિધિ બંધ કરાવી અને માઘ ઉત્સવ, નબબરસા, દીક્ષા દિન તહેવારો ઉજવવાની શરૂઆત કરી.

→ તેમણે કઠોપનિષદનો બંગાળી ભાષામાં અનુવાદ પ્રકાશિત કર્યો હતો. આ ઉપરાંત તેમણે ઋગ્વેદના બંગાળી ભાષામાં શ્રેણીબદ્ધ અનુવાદ કર્યા જેનું પ્રકાશન બ્રહ્મધર્મ તરીકે કરવામાં આવ્યું હતું તેમજ તેઓએ આત્મતત્ત્વવિધા કૃતિની પણ રચના કરી.

→ રાષ્ટ્રવિરોધી તથા હિંદુવિરોધી શિક્ષણપ્રથાનો પ્રભાવને અટકવવા માટે તેમણે વર્ષ 1846માં હિંદુ હિતાર્થી વિધાલયની સ્થાપના કરી હતી.

→ તેમના દ્વારા બંગાળીમાં લખાયેલ ભાષ્ય બ્રાલોધર્મ તેમની શ્રેષ્ઠ કૃતિ મનાય છે. જેમાં સંસ્કૃત ધર્મગ્રંથો વિશે માહિતી આપવામાં આવી છે તેમજ તેમના એક પુસ્તકનું Vedantic Doctrines Vindicated 1845 નામે અંગ્રેજીમાં ભાષાંતર થયું છે.



→ તેમના એક પુત્ર રવિન્દ્રનાથ ટાગોર એક વિશ્વવિખ્યાત કવિ, સાહિત્યકાર અને સમાજસુધારક હતા. જ્યારે બીજા પુત્ર સત્યેન્દ્રનાથ ટાગોર ભારતીય લોકસેવા પરીક્ષા પાસ કરનાર પ્રથમ વ્યક્તિ હતા.

→ તેઓએ બોલપુરમાં જમીન ખરીદી બ્રહ્મચર્યાશ્રમની સ્થાપ સ્થાપના કરી હતી પાછળથી આ જ સ્થળે રવીન્દ્રનાથે શાંતિ નિકેતનની સ્થાપના કરી. જે હાલમાં વિશ્વભારતી યુનિવર્સિટી તરીકે જાણીતી છે અને આ યુનિવર્સીટીને UNESCO દ્વારા લીવીંગ હેરીટેજ યુનિવર્સીટીનો દરજ્જો આપવામાં આવ્યો છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments