સુરેશ જોશી | Suresh Joshi

સુરેશ જોશી
સુરેશ જોશી

→ જન્મ : 30 મે, 1921 (વાલોડ, તાપી)

→ ઉપનામ : પૂર્ણતયા આધુનિકતાનાં હિમાયતી

→ પૂરું નામ : સુરેશ હરીપ્રસાદ જોશી

→ બિરુદ : વિધ્ધ પ્રયોગવીર (ધીરુભાઈ પરીખ દ્વારા)

→ અવસાન : 6 સપ્ટેમ્બર, 1986 (નડિયાદ)

→ નવલકથાકાર, નિબંધકાર, વાર્તાકાર, વિવેચક અને સંપાદક અને આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા


→ તેમની પ્રથમ રચના ઉપજાતિ છે. જે તેમણે પછીથી રદ કરી હતી.

→ તેમનો પ્રથમ વાર્તા સંગ્રહ ગૃહપ્રવેશ વર્ષ 1957માં પ્રગટ થયો હતો.

→ તેમની છિન્નપત્ર નવલકથાને સુમન શાહે પ્રેમનું મેટાફિઝિકસ કહ્યું છે.

→ તેઓ ફાલ્ગુની નામનું માસિક ચલાવતા હતાં. તેઓ વાણી, એતદ્, મનીષા, ક્ષિતિજ અને ઊહાપોહ વગેરે સામયિકોના તંત્રીપદે રહી ચૂકયા છે.

→ તેમણે રવીન્દ્રનાથ ટાગોરની કવિતા અને નિબંધોનો અનુવાદ કર્યો જે પંચામૃત અને સંચયમાં મળે છે.

→ તેમનો મધ્યકાલીન સાહિત્ય સંશોધનનો ગ્રંથ મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા જાણીતો છે.

→ 8 વર્ષની ઉંમરે તેમણે બાલજીવન સામાયિકમાં છુપા નામે કવિતા મોકલી હતી.

→ તેમના 56 જેટલાં નિબંધોને શિરીષ પંચાલ દ્વારા ભાવયામીમાં સંકલિત કરવામાં આવ્યા છે.

→ વર્ષ 1983 દિલ્હીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર (ચિન્તયામિ મનસા વિવેચન ગ્રંથ) અસ્વીકાર કર્યો.

→ વર્ષ 1965 - નર્મદ સવર્ણચંદ્રક (જનાન્તિકે કૃતિ)

→ વર્ષ 1971 - રણજિતરામ સુવર્ણચંદ્રક



સાહિત્ય સર્જન

→ નવલકથા : મરણોત્તર, કથાયક્ર, છિન્નપત્ર, વિદુલા, કથાચતુષ્ટય

→ નિબંધ : જનાન્તિકે, અહો બત કિમ્ આશ્ચર્યમ્, ઇદમ્ સર્વમ, ઇતિ મે મતિ,મારું બાળપણનું વન, અરણ્યમૂર્તિ, શૈશવપરિવેશ

→ કાવ્યઃ ઇતરા, તથાપિ, ઉપજાતિ, પ્રત્યંચા

→ નવલિકા : ગૃહપ્રવેશ, ન તંત્ર સૂર્યો ભાતિ, થીંગડું, બીજી થોડીક, અપિચ, એક દા નૈમિષારણ્યે

→ વિવેચન :અરણ્યરુદન,અષ્ટમોધ્યાય, ગુજરાતી કવિતાનાઓ આસ્વાદ, શ્રૃણવન્તુ કિંચિત, ચિન્તયામિ મનસા, કાવ્ય ચર્ચા

→ સંપાદનો : નવોન્મેષ, નરસિંહની જ્ઞાનગીતા, ગુજરાતી સર્જનાત્મક ગધઃ એક સંકલન, વસ્તાના પદો

→ અનુવાદ : ધીરે વહે છે દોન ખંડ 1, ભોંયતળિયાનો આદમી, શિકારી બન્દૂક અને હજાર સારસો, અમેરિકી ટંકીવાર્તા

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments