નાથાલાલ દવે | Nathalal Dave

નાથાલાલ દવે
નાથાલાલ દવે

→ જન્મ : 03 જૂન, 1912 (ભૂવાગામ, ભાવનગર)
→ માતા : કસ્તૂર બેન
→ પિતા: ભાણજી દવે
→ તખલ્લુસ : રસલીન
→ અવસાન : 25 ડિસેમ્બર, 1993 (ભાવનગર)
→ ગુજરાતી ભાષાના જાણીતા કવિ, વાર્તાકાર અને અનુવાદક


→ તેમણે વર્ષ 1934માં બી.એ.ની ડિગ્રી અને વર્ષ 1936માં એમ.એ.ની ડિગ્રી મેળવી હતી.

→ તેઓએ વર્ષ 1956 થી 1970 સુધી ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારી તરીકે સેવા આપી હતી.

→ સરસ્વતી અને જીવન શિક્ષણ માસિકોના તંત્રી રહ્યા હતા.

→ તેઓ ભાવનગર સાહિત્ય સભાના મંત્રી અને સાહિત્ય ભારતી ભાવનગરના અધ્યક્ષ હતા.

→ નર્મમર્મ અને કટાક્ષજનિત હાસ્યથી ગુજરાતી કવિતાને એમણે સમૃદ્ધ કરી છે.


સાહિત્ય સર્જન

→ વાર્તા: ઉડતો માનવી, મીઠી છે જીંદગી, નવું જીવતાર, ભદ્રા, શિખરોને પેલે પાર

→ પ્રકૃતિ ગીત : મહેનતની મોસમ

→ કવિતા સંગ્રહઃ હાલો ભેરુ ગામડે, કાલિંદી, મુખવાસ, જાહાન્વી, ઉપદ્રવ

→ નોંધપાત્ર કૃતિ : અનુરાગ, મહેનતના ગીત, ભૂદાન યજ્ઞ, સોનાવરણી સીમ, પિયાબિન

→ ‘કાલિંદી’ (1942), ‘જાહનવી’ (1961), ‘અનુરાગ’ (1973) અને ‘પિયા બિન’- (1978)નાં કાવ્યોમાં શુદ્ધ કવિતા પ્રત્યેનું વલણ અને સૌંદર્યાનુરાગ અનુભવાય છે.

→ નર્મમર્મ અને કટાક્ષજનિત હાસ્યથી ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરવામાં તેમનું મૂલ્યવાન પ્રદાન છે, મુખ્યત્વે ‘ઉપદ્રવ’ : 1, 2 (1974; 1979) અને ‘હળવે હાથે’(ઉપદ્રવ : 3, 1982)માં એ કાવ્યો સાંપડે છે.

→ મુક્તકસંગ્રહ ‘મુખવાસ’ (1983); ભક્તિકાવ્યોનો સંચય ‘આનંદધારા’ (1989), કવિવર ટાગોરનાં કાવ્યોના સુંદર પદ્યાનુવાદનો સંગ્રહ ‘રવીન્દ્ર-વૈભવ’ (1986), ‘પ્રીતનો ગુલાબી રંગ’ (1981), ‘ઉપહાર’ (1987), ‘ગાયે જા મારા પ્રાણ’ (1988) અને ‘પ્રણયમાધુરી’ (1991) તેમના અન્ય કાવ્ય-સંગ્રહો છે.

→ જનજાગૃતિ, ચૂંટણી, દેશ-વિદેશની ઘટનાઓ, ગ્રામોત્કર્ષ અને ભૂદાનપ્રવૃત્તિ એ બાબતો પ્રત્યેની તેમની જાગરૂકતા ‘સ્વાતંત્ર્યપ્રભાત’ (1947), ‘જનતાને કંઠે’ (1952), ‘મહેનતનાં ગીત’ (1952), ‘લોકકંઠે’ (1953), ‘ભૂદાન યજ્ઞ’ (1959), ‘સોનાવરણી સીમ’ (1975), ‘હાલો ભેરુ ગામડે’ (1979), ‘ચુનાવ પર્વ’ (1979), ‘ભીની માટીની સુગંધ’ (1981), ‘સીમ કરે છે સાદ’ (1982), ‘જનજાગૃતિનો ઉત્સવ’ (1982), ‘ચુનાવ ચક્રવાત’ (1989) – એ સંગ્રહોનાં કાવ્યોમાં તથા ‘વિરાટ જાગે’ (1948) નાટક તેમજ ‘ભૂદાન યજ્ઞ’(સંગીત-રૂપક, 1953)માં પ્રગટ થાય છે.

→ ‘નવું જીવતર’ (1945), ‘ભદ્રા’ (1945), ‘ઊડતો માનવી’ (1977), ‘શિખરોને પેલે પાર’ (1977) અને ‘મીઠી છે જિંદગી’ (1983) તેમના વાર્તાસંગ્રહો છે.

→ ‘શ્રી અરવિંદયોગદર્શન’ (1942) નલિનીકાન્ત ગુપ્તાના અંગ્રેજી પુસ્તકનો તથા ‘મુદ્રારાક્ષસ’ (1956) હરદયાલુસિંહ લિખિત કથાસારનો અનુવાદ છે. કવિ હરગોવિંદ પ્રેમશંકરનાં ‘રુબાઈયાત અને બીજાં કાવ્યો’ (1946), ‘ચંદ્રગુપ્ત મૌર્ય અને બીજાં કાવ્યો’ (1948) તથા નાટક ‘વેનવધ’(1947)નાં સંપાદનો તેમણે આપ્યાં છે. ‘સાહિત્યપરાગ’ (1938) અને શ્રી અંબાણી સાથે ‘સાહિત્ય પાઠમાલા 1,2,3’ (1938) તેમનાં ગુજરાતી પાઠ્યપુસ્તકોનાં સંપાદન છે. તેમણે ચુનીભાઈ ભટ્ટ અને હીરાબહેન પાઠક સાથે ગ્રામસમાજની સચિત્ર વાચનપોથી ‘ચાલો વાંચતાં શીખીએ’ 1, 2, 3 પણ આપી છે. ‘મોતી વેરાયાં ચોકમાં’ (1993) હાસ્યરસિક ટુચકાઓનું સંપાદન છે. ‘પ્રસ્થાન’ અને ‘ફૂલછાબ’(દૈનિક)માં તેમણે લખેલાં અવલોકનો અગ્રંથસ્થ છે.


તેમની કૃતિઓને આ પ્રમાણેનાં પારિતોષિકો પ્રાપ્ત થયેલાં હતાં

  • ગુજરાત રાજ્ય દ્વારા શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ તરીકે પુરસ્કૃત : ‘જાહનવી’, ‘અનુરાગ’;
  • 1978થી 1984ના ગાળાની શ્રેષ્ઠ હાસ્યકૃતિ તરીકે ‘ઉપદ્રવ’ને ‘હસાહસ’ માસિક દ્વારા પ્રથમ પારિતોષિક;
  • ‘રવીન્દ્ર-વૈભવ’ને શ્રેષ્ઠ પદ્યાનુવાદ માટે ડૉ. લાખાણી સુવર્ણચંદ્રક,
  • ‘ભદ્રા’ને ન. મા. સુરતી પારિતોષિક;
  • ‘શિખરોને પેલે પાર’ને 1970–1980ના દાયકાના શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ તરીકે ‘સજની’ વાર્તામાસિક દ્વારા પારિતોષિક, ગુજરાત સરકારનું પારિતોષિક તથા જયંત ખત્રી ઍવૉર્ડ અને પુરસ્કાર
  • ‘મીઠી છે જિંદગી’ને પારેખ પુસ્તકાલય, વિસનગર દ્વારા 1983ના શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ તરીકે પારિતોષિક.

  • પંક્તિઓ

    → કામ કરે રે ઇ જીતે રે માલમ !

    → સોનાવરણી સીમા બની, મેહુલિયે કીધી મ્હેર રે
    ભાઇ! મોસમ આવી મહેનતની.

    → એવા આવે છે ધરતીના સાદ રે હાવો ભેરુ ગામડે. !
    ભીની માટીની ગંધ આવે યાદ રે... હાલો ભેરુ !ગામડે.

    → WhatsApp Group Click

    → Facebbok Page Click


    Post a Comment

    0 Comments