→ ડાંગના ગાંધી તરીકે જાણીતા અને ડાંગના 311 ગામોની 2.5 લાખની વસતીને પોતાનું ઘર બનાવનાર ઘેલુભાઈ નાયક
→ ગુજરાતના ક્રાંતિકારી અને ગાંધીવાદી નેતા ઘેલુભાઇ 11 વર્ષની વયે પ્રથમ વખત તેઓ મહાત્મા ગાંધીને અમલસાડની ટેટિયાવાળા શાળામાં મળ્યાં હતા અને ત્યારથી જ તેઓ લોકકલ્યાણ ક્ષેત્રે આકર્ષિત થયા હતા.
→ ન્હાવા-ધોવા જેવી જીવનની મૂળભૂત બાબતો અંગે અજાણ આદિવાસીઓને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે તેમણે ગામ ચાલ્યું ન્હાવા નામનો આરોગ્ય અને સ્વચ્છતા કાર્યક્રમ શરૂ કર્યો હતો.
→ આ ઉપરાંત તેમણે અનેક વખત ગાયનેક તરીકે ફરજ પણ બજાવી હતી તેમજ જન્મનારા બાળકોના નામ પણ તેઓ રાખતા હતા.
→ જુગતરામ દવે ઘેલુભાઇ નાયક અને છોટુભાઇ નાયક બંને ભાઇઓના માર્ગદર્શક રહ્યા હતા.
→ વર્ષ 1948માં સરદાર પટેલના કહેવાથી બંને ભાઈઓ સર્વોદય કાર્યકર્તા તરીકે ડાંગ ગયા અને ત્યાં યુનીલાલ વૈધના સહયોગથી આદિવાસીઓમાં શિક્ષણ અને સામાજિક પરિવર્તન માટે ડાંગના આહવા ખાતે ડાંગ સ્વરાજ આશ્રમની સ્થાપના કરી હતી.
→ વર્ષ 1949માં કાલીબેલ (ડાંગ) ખાતે દેશમાં આદિવાસી વિસ્તારની પ્રથમ આશ્રમશાળાની સ્થાપનામાં શરૂ કરી. ત્યારબાદ આદિવાસી વિસ્તારોમાં 100 કરતા પણ વધુ આશ્રમશાળાઓ સ્થપાઇ. જેમાં 15,000 કરતાં પણ વધુ વિધાર્થીઓ વર્તમાનમાં અભ્યાસ કરે છે.
→ તેમણે આદિવાસીઓનું ખ્રિસ્તી ધર્મમાં રૂપાંતરણ અટકાવવા મિશનરીઓનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત તેમણે સમાજમાં વ્યાપ્ત દહેજપ્રથા જેવા દૂષણોનો પણ વિરોધ ન કર્યો હતો.
→ વર્ષ 1958માં તેમણે ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાયન્સ-મુંબઇમાં સમાજસેવામાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. ટાટા ઇન્સ્ટિટયૂટમાં ઝીરો બજેટથી ગામડાના વિકાસનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો.
→ તેઓ ડાંગ આશ્રમના ટ્રસ્ટી ઉપરાંત સરકારી-બિનસરકારી 18 જેટલી કમિટી તથા સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યાં હતાં.
→ મહાગુજરાત આંદોલન (4 ઓગષ્ટ, 1956 - 1 મે, 1960) વખતે જ્યારે જવાહરલાલ નેહરૂ વ્યક્તિગત રીતે ડાંગને મહારાષ્ટ્રમાં ભેળવવા તૈયાર હતા ત્યારે નેહરૂના નિર્ણયનો વિરોધ કરવા ગુજરાતના ક્રાંતિકારી અને ગાંધીવાદી નેતા તરીકે બંને ભાઇઓએ સંખ્યાબદ્ધ પ્રયત્નો કર્યા અને ડાંગ જિલ્લાને મહારાષ્ટ્રમાં ભળી જતા રોકવામાં તેમણે ઉલ્લેખનીય ફાળો આપ્યો હતો.
0 Comments