→ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકાર પંડિત ઓમકારનાથ ઠાકુરનો જન્મ આણંદ જિલ્લાના જહાજ ગામમાં થયો હતો.
→ તેમના પિતા વડોદરા રાજ્યમાં નોકરી કરતા હતા અને તેમના દાદા મહાશંકર ઠાકુર વર્ષ 1857ના વિપ્લવમાં નાનાસાહેબ પેશ્વાના પક્ષે ભાગ લીધો હતો.
→ બાળપણથી જ તેમને સંગીત પ્રત્યે લગાવ હતો. શાળામાં જયારે તેઓ કાવ્યગાન કરતા ત્યારે શિક્ષકો સહિત બધા મંત્રમુગ્ધ બની જતા હતા.
→ તેમનો સંગીત પ્રત્યનો લગાવ અને શ્રદ્ધા જોઈને ભરૂચના પારસી સજજ્ન શાહપુરજી મંયેરજીએ વર્ષ 1909માં તેમને સંગીતના વિધિવત્ અભ્યાસ માટે ગાંધર્વ મહાવિધાલય (મુંબઈ) મોકલ્યા. ત્યાં તેમણે પંડિત વિષ્ણુ દિગંબર પુલસ્કર પાસેથી શિક્ષા મેળવી અને તેમને ગુરુ બનાવ્યાં હતાં તથા ગ્વાલિયર ઘરાનાના ગાયક બન્યાં.
→ તેઓ વર્ષ 1916માં લાહોરની ગાંધર્વ સંગીત મહાવિધાલયના આયાર્ય બન્યા હતાં.
→ ત્યારબાદ તેમણે વર્ષ 1920માં મહાત્મા ગાંધીના અસહકાર આંદોલનમાં સ્થાનિક સ્તરે ટેકો આપ્યો હતો અને ભરૂય જિલ્લા રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ પણ બન્યા હતા.
→ તેઓએ વર્ષ 1923માં ભરૂચમાં પોતાની સંગીત શાળા 'ગાંધર્વ નિકેતન' ની સ્થાપના કરી હતી.
→ તેમણે વર્ષ 1933માં ભારતના પ્રતિનિધિ તરીકે ઇટાલીના ફલોરેન્સની આંતરરાષ્ટ્રીય સંગીત પરિષદમાં ભાગ લીધો હતો. આમ યુરોપમાં કાર્યક્રમ આપનાર પ્રથમ ભારતીય સંગીતવિદ્ બન્યા હતા. અંગત રીતે તેમણે આ કાર્યક્રમ ઇટાલીના સરમુખત્યાર બેનિટો મુસોલિની માટે કર્યો હતો.
→ તેમણે વર્ષ 1934માં મુંબઈમાં ‘સંગીત નિકેતન' સંસ્થા સ્થાપી હતી.
→ તેઓ વર્ષ 1950માં કાશી વિશ્વ વિધાલયમાં ડિન તરીકે નિયુકત થયા હતા.
→ તેમણે વર્ષ 1953માં બુડાપેસ્ટની 'વિશ્વ શાંતિ પરિષદ' અને વર્ષ 1954માં સ્ટોકહોમની 'અણુબોમ્બ ’ વિશેની પરિષદમાં ભાગ લીધો હતો.
→ તેમને નેપાળના મહારાજા તરફથી સંગીત મહોદયની ઉપાધિ અને કાશી વિશ્વ મહાવિધાલય તરફથી સંગીત સમ્રાટની પદવી પ્રાપ્ત થઇ હતી.
→ ગુજરાત સાહિત્ય સભા તરફથી રણજિતરામ સુવર્ણચંદ્રક (1943), ભારત સરકાર દ્વારા વર્ષ 1954માં તેમને 'પદ્મશ્રી' નાં ખિતાબથી નવાજવામાં આવ્યા હતાં. વારાણસી વિશ્વ વિધાલય તરફથી ડોક્ટર ઓફ લેટર્સ (1963)થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
→ તેમણે પણવભારતી, સંગીતાંજલિ 1- 6, રાગ અને રસ નામના ગ્રંથો લખ્યાં છે.
→ તેમણે કાલીદાસના જાણીતા ગ્રંથો "મેઘદૂતમ્’ અને ' અને 'અભિજ્ઞાનશાકુંતલમ્'નું ગુજરાતીમાં અનુવાદ કર્યુ હતું.
→ તેમની સ્મૃતિમાં વર્ષ 1997માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની સ્મારક ટિક્ટિ બહાર પાડવામાં આવી હતી.
→ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા મહાત્મા મંદિર (ગાંધીનગર) ખાતે 7 જૂન, 2019ના રોજ કવિતા ક્રિષ્નામૂર્તિને પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ આપવામાં આવ્યો હતો.
→ આ પુરસ્કારમાં તામ્રપત્ર અને રૂપિયા 5 લાખ આપવામાં આવે છે અને શાલ ઓઢાડીને સંગીતકાર-ગાયકનું સન્માન કરવામાં આવે છે. આ એવોર્ડ સૌપ્રથમ પંડિત જસરાજ (2012-13) ને આપવામાં આવ્યો હતો.
→ આ એવોર્ડ ગુજરાતની સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા સંયુક્ત રીતે આપવામાં આવે છે જે વર્ષ 2012માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ભારતના પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત ઓમકારનાથ ઠાકુરની યાદમાં આ એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી.
0 Comments