બાલાભાઇ દેસાઇ | જયભિખ્ખુ | Balabhai Desai | Jaybhikhkhu

બાલાભાઇ દેસાઇ
બાલાભાઇ દેસાઇ

→ જન્મ : 26 જૂન, 1908{ વિછિંયા (રાજકોટ)}

→ પૂરું નામ : બાલાભાઈ વિરચંદભાઈ દેસાઈ

→ અવસાન : 24 ડિસેમ્બર, 1969 (અમદાવાદ)


→ ગુજરાતી સાહિત્ય જગતમાં જયભિખ્ખુના નામે પ્રસિદ્ધ થયેલા અને વીરકુમાર અને ભિક્ષુ સાયલાકર જેવા ઉપનામથી જાણીતા હતા.

→ તેમનું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાનું સાયલા હતું. જે લાલજી ભગતના નામે ભગતના ગામ તરીકે ઓળખાય છે.

→ તેમનું બાળપણનું નામ ભીખાલાલ હતું તેઓએ તેમની પત્નીના નામ વિજયા બેનમાંથી ‘જય’ અને પોતાના નામમાંથી 'ભિખ્ખુ લઇને ઉપનામ જયભિખ્ખુ રાખ્યું હતું.

→ તેઓએ પ્રાથમિક શિક્ષણ વિજાપુર પાસેના વરસોડામાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદની ટયુટોરિયલ હાઇસ્કુલમાંથી લીધું હતું.

→ તેમના ઘડતરમાં જૈન મુનિઓ પૂજય મોટા અને પંડીત સુખલાલજીનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે.

→ જયભિખ્ખુ એ સાહિત્ય સર્જનની શરૂઆત કરી એ પહેલા ત્રણ સંકલ્પો લીધા હતા. 1. નોકરી ન કરવી. 2. પૈતૃક વારસાની સંપત્તિમાં ભાગ ન લેવો. ૩. કલમના સહારે જીવનયાત્રા ચલાવવી. આ સંકલ્પો તેમણે જીવનભર પાડયા હતા.

→ તેઓ મુંબઇની સંસ્થા શ્રી વીરતત્વ પ્રકાશક મંડળમાં જોડાયા. ત્યારબાદ આ સંસ્થાનું સ્થળાંતર થતા કાથી, આગ્રા અને ગ્વાલિયર રાજ્યના શિવપુરીમાં 9 વર્ષ રહી સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી ભાષાઓ ઉપરાંત સંસ્કૃત કાવ્યો અને નાટકોનો પણ અભ્યાસ કર્યો હતો.

→ પુરાણો અને ઈતિહાસમાં પડેલા વિરલ અને વિશિષ્ટ ચરિત્રોનો મહિમાએ જયભિખ્ખુના સાહિત્ય સર્જનની વિશેષતા છે.

→ તેમણે વર્ષ 1929થી સાહિત્ય સર્જનનો આરંભ કર્યો અને ભિક્ષુ સાયલા કરના ઉપનામથી ગુરુજીનું જીવન ચરિત્ર લખ્યું.

→ તેમણે વાર્તા, નવલકથા, ચરિત્રો, બાળ સાહિત્ય અને રેડિયો નાટક વગેરેને લગતા 300 કરતા વધુ પુસ્તકો લખ્યા છે.

→ ગોવર્ધનરામ ત્રિપાઠીનું સરસ્વતીચંદ્ર તેમનું પ્રિય પુસ્તક હતું.

→ તેમણે હિન્દી ભાષામાં પણ પુસ્તકો લખ્યાં અને તેમના પુસ્તકોના કન્નડ ભાષા અને તેલુગુ ભાષામાં અનુવાદો થયા છે.

→ રવિશંકર રાવળ દ્વારા સ્થાપવામાં આવેલ સામાયિકમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે વર્ષ 1944 થી આ પુરસ્કાર આપવામાં આવે છે. જે સૌપ્રથમ હરિપ્રસાદ દેસાઈને આપવામાં આવ્યો હતો. આ પુરસ્કારની શરૂઆત લેખક યશવંત પંડયા દ્વારા કરવામાં આવી હતી.

→ તેમણે વર્ષ 1953 થી ગુજરાત સમાચાર દૈનિક પત્રમાં ઇંટ અને ઈમારત નામની લોકપ્રિય કટારનું સંચાલન કર્યુ હતું. આ ઉપરાંત તેમણે ઝગમગ પૂર્તિમાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું.

→ તેઓએ જૈન ધર્મના વિધાધામ શિવપુરીમાંથી તર્કભૂષણ અને કોલકાત્તા સંસ્કૃત એસોસિએશન દ્વારા લેવાતી પરીક્ષામાં ઉત્તિર્ણ થઇ ન્યાયતીર્થની પદવી પ્રાપ્ત કરી હતી.

→ તેમની સ્મૃતિમાં પ્રજાને જ્ઞાન સાથે સાહિત્ય મળે તે હેતુથી જાણીતા જાદુગર કે.લાલની પ્રેરણાથી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી.

→ જે ટ્રસ્ટ વ્યાખ્યાનો, નિબંધસ્પર્ધા, અપંગ, અશકત અને વૃદ્ધ લેખકોને સહાય જેવી અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. ઉપરાંત માનવ કલ્યાણના ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ કરવા બદલ જયભિખ્ખુ એવોર્ડ પણ આપે છે.

→ તેમના પુત્ર કુમારપાળ દેસાઇનું ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન છે. જેમને વર્ષ 2019માં સાહિત્ય અકાદમી દ્વારા બાળસાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે.


સાહિત્ય સર્જન

વાર્તા : પારકા ઘરની લક્ષ્મી, માદરે વતન, યાદવાસ્થળી, કાગળ અને અરીસો, માટીનું અત્તર, કન્યાદાન, કંચન અને કામિની, પ્રેમ ભકતકવિ જયદેવ, ભાગ્ય વિધાતા, મનઝરુખો

નાટક : રસિયોવાલમ, ગીત ગોવિંદનો ગાયક, આ ધૂળ આ માટી

નવલકથા : સંસાર સેતુ, કામ વિજેતા સ્થૂલિભદ્ર, શત્રુ કે અજાતશત્રુ, ભગવાન ઋષભદેવ, ભરત બાહુબલી, નરકેસરી

જીવનયરિત્ર : સિદ્ધરાજ જયસિંહ, નિગ્રંથ ભગવાન મહાવીર, મહાન આયાર્ય આર્ય કાલક


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments