→ અંતરિક્ષમાં જનારી પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રી
→ તેઓ બાળપણથી જ અવકાશ અને ખગોળશાસ્ત્રમાં ખૂબ રુચિ ધરાવતા હતા તેમજ અગ્રણી ભારતીય વિમાન ચાલક અને ઉધોગપતિ જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા (JRD Tata)થી પ્રભાવિત થયા હતા.
→ તેમણે પ્રાથમિક શિક્ષણ કર્નાલની ટાગોર પબ્લિક સ્કુલમાંથી મેળવ્યું ત્યારબાદ વર્ષ 1982માં પંજાબ એન્જિનીયરીંગ કોલેજ (ચંદીગઢ)માંથી એરોનોટીકલ એન્જિનીયરની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેઓ વર્ષ 1982માં અમેરિકા ગયા અને એલિંગ્ટન ખાતે આવેલ ટેક્સાસ યુનિવર્સિટીમાંથી વર્ષ 1984માં એરોસ્પેસ એન્જિનીયરીંગની ડિગ્રી મેળવી હતી.
→ વર્ષ 1988માં એરોસ્પેસ એન્જિનીયરીંગમાં બાઉલ્ડર ખાતે આવેલ કોલોરાડો યુનિવર્સિટીમાંથી Ph.D થયા.
અવકાશ ક્ષેત્રે તેમની કારર્કિદી
→ ડિસેમ્બર, 1994માં તેમણે અવકાશ સંશોધનમાં દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત અમેરિકાની નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે નાસાના એમ્સ અનુસંધાન કેન્દ્ર માટે ઓવર્સેટ મેથડસ ઇન્કના ઉપાધ્યક્ષના રૂપમાં કામ કર્યુ.
→ તેમણે વર્ટિકલ લઘુ ટેકઓફ લેન્ડિંગ પર CFD (Computational Fluid MDynamics) ઉપર સંશોધન કર્યુ હતું.
→ તેમને હવાઈ જહાજ અને વ્યવસાયી વિમાન ચાલકના લાઇસન્સ માટે ઉડાન પ્રશિક્ષકનો દરજ્જો પ્રાપ્ત થયો હતો.
→ તેમને એક અથવા વધુ એન્જિન વાયુયાન માટે વ્યાવસાયી વિમાનચાલકના લાયસન્સનો દરજ્જો પાપ્ત થયો હતો.
→ તેઓ વર્ષ 1995માં નાસાના અવકાશયાત્રી કોર્પ્સમાં જોડાયા હતા અને વર્ષ 1996માં પ્રથમ ઉડાન માટે પસંદ થયા હતા.
→ તેઓ પ્રથમ ભારતીય મહિલા અને બીજા મૂળ ભારતીય અંતરીક્ષયાત્રી હતા. પ્રથમ ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્મા હતા. જેમણે વર્ષ 1984માં સોવિયત અંતરિક્ષયાનથી ઉડાન ભરી.
→ તેઓએ પોતાની પ્રથમ અવકાશ યાત્રા STS-87 કોલંબિયા સ્પેસ શટલમાં એક મિશન નિષ્ણાંત અને પ્રાથમિક રોબોટિક આર્મ ઓપરેટર તરીકે કરી હતી. નાસા દ્વારા હજારો ઉમેદવારોમાંથી તેણીની પસંદગી કરવામાં આવી હતી.
→ તેઓના આ પ્રથમ મિશનમાં તેઓ 372 કલાક (15 દિવસ 12 ક્લાક) કરતા વધુ સમય અવકાશમાં રહ્યા અને પૃથ્વીની 252 વખત પરિક્રમા દ્વારા 10.4 કરોડ માઈલની મુસાફરી કરી પૃથ્વી પર પરત ફર્યા હતા.
→ તેમના પ્રથમ મિશન બાદ તેઓએ અવકાશયાત્રી ક્યરીમાં સ્પેસ સ્ટેશન તકનીકી કામગીરી સંભાળી હતી.
→ ત્યારબાદ વર્ષ 2000માં ફરીથી તેમની અવકાશ યાત્રી તરીકે પસંદગી થઈ હતી. જે 16 જાન્યુઆરી, 2003ના રોજ તેમણે કોલંબિયા નામના સ્પેસ શટલમાં પોતાની અવકાશયાત્રાનો પ્રારંભ કર્યો.
→ તે દરમિયાન ક્રુ મેમ્બરોએ 80 જેટલાં સંશોધન કર્યા હતાં. જેમાં પૃથ્વી અને સ્પેસ સાયન્સ, એડવાન્સ ટેક્નોલોજી ડેવલપમેન્ટ અને અવકાશયાત્રીના આરોગ્ય અને સલામતીનો સમાવેશ થાય છે.
→ આ અવકાશયાત્રા સફળતા પૂર્વક પાર પાડી તેઓ પૃથ્વી પર પરત આવી રહ્યા હતા ત્યારે સ્પેસશટલમાં ટેકનિકલ ખામીના કારણે દુર્ઘટના સર્જાઈ જેમાં કલ્પના અને તેના સહયાત્રીઓનું નિધન થયું.
→ તેમને નાસા વિશિષ્ટ સેવા પદક અને નાસા અંતરિક્ષ ઉડાન પદકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
→ તેમની સ્મૃતિમાં ઇસરો દ્વારા કૃત્રિમ ઉપગ્રહ Metsat-1નું નામ Kalpana-1 રાખવામાં આવ્યું હતું.
→ તેમની યાદમાં ન્યૂયોર્ક શહેરમાં જેક્શન હાઈ ટૂસ કવીન્સ રસ્તાનું નામ કલ્પના ચાવલા રાખવામાં આવ્યું છે અને નાસા દ્વારા સુપર કમ્પ્યૂટરનું નામ કલ્પના રાખવામાં આવ્યું છે.
→ કર્ણાટક સરકાર દ્વારા વર્ષ 2004માં યુવા મહિલા વૈજ્ઞાનિકો માટે કલ્પના ચાવલા પુરસ્કારની શરૂઆત કરવામાં આવી છે.
→ પંજાબ એન્જિનીયરિંગ કોલેજમાં મહિલા છાત્રાલયનું નામ કલ્પના ચાવલા રાખવામાં આવ્યું છે.
→ હરિયાણા સરકાર દ્વારા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બનાવવામાં આવી છે તેમજ કુરુક્ષેત્રમાં પ્લેનેટોરિયમ બનાવવામાં આવ્યું જેનું નામ કલ્પના ચાવલા રાખવામાં આવ્યું છે.
‘તમે જે કામ કરવા ઇચ્છો છો તે જરૂર કરો, પછી ભલે તે કામ તમારી શકિત બહારનું લાગે, જરૂર સફળતા મળશે' -કલ્પના ચાવલા
0 Comments