→ ગુજરાતી સાહિત્યના હાસ્યલેખક, સંશોધક અને પ્રિયદર્શીના ઉપનામથી જાણીતા
→ તેમણે વર્ષ 1945–1955 દરમિયાન અમદાવાદની ભારતી વિધાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી અને વર્ષ 1955-1983 દરમિયાન અમદાવાદની એચ. કે. આર્ટસ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે ફરજ બજાવી હતી.
→ ગુજરાતના જાણીતા હાસ્યકાર વિનોદ ભટ્ટ તેમના વિધાર્થી હતા.
→ તેમણે વર્ષ 1958માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી નવલકથા સાહિત્યમાં પારસીઓનો ફાળો વિષય પર Ph.Dની પદવી મેળવી હતી.
સાહિત્ય ક્ષેત્રે યોગદાન
→ તેઓ વર્ષ 1961માં બુદ્ધિપ્રકાશના તંત્રી બન્યા અને વર્ષ 1974માં ગુજરાત સાહિત્ય સભાના મંત્રી બન્યા હતા.
→ તેઓ ગુજરાત સમાચારપત્ર, ગુજરાતી ટાઈમ્સ અને શ્રી વગેરે સમાચારપત્રોમાં હાસ્યલેખો લખતા હતા. જેમાંથી હું, શાણી અને ની શકરાભાઈ તેમનો બહુ જાણીતો લેખ છે.
→ અંગ્રેજી સાહિત્યના ઉદયથી મિલ્ટન સુધીના સાહિત્યના ઇતિહાસનો સરળ ગુજરાતી ભાષામાં પરિચય અપાવતો ગ્રંથ અંગ્રેજી સાહિત્યનું આચમન તેમની વિવેચન કળાનું ઉત્તમ ઉદાહરણ છે.
→ તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક (2003), કુમાર પારિતોષિક (1972), અને જ્યોતીન્દ્ર દવે પુરસ્કાર એનાયત થયો હતો.
0 Comments