→ તેમના પિતા પાસેથી તેમને કૃષ્ણ ભક્તિના પદોની ભેટ મળી પરંતુ તેઓ 13 વર્ષની વયે જૈન ધર્મ તરફ આકર્ષાયા.
→ તેમણે જૈન ધર્મમાં ઉત્કૃષ્ઠ રચના ગણાતી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી હતી. જેમાં ઈશ્વર વિશે જણાવ્યું છે કે કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ
→ તેમણે મહાભારત અને રામાયણની 5 હજાર કરતા પણ વધારે પધ પંક્તિઓની રચના કરી હતી.
→ તેમણે પ્રથમ કવિતા 8 વર્ષની વયે લખી જે બુદ્ધિપ્રકાશમાં પ્રકાશિત થઇ હતી.
→ તેમના અવધાનના પ્રયોગો તે સમયના ઇન્ડિયન સ્પેકટેટર અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયા જેવા અખબારોમાં ફોટા સાથે પ્રસિદ્ધ થયા હતા.
→ ગાંધીજીએ તેમના વિશે લખ્યું કે મારા પર જે છાપ રાજચંદ્રે પાડી છે તેવી બીજા કોઈ નથી પાડી શક્યા, એમનાં ઘણાં વચનો મારા હૈયા સોંસરવાં ઊતરી જતાં.
→ તેઓ સૌપ્રથમવાર મોરબીના જૈન આચાર્ય શંકરલાલ મહેશ્વર ભટ્ટ પાસેથી અષ્ટાવધાનના પ્રયોગ શીખ્યા હતા. ત્યારબાદ તેમણે પોતાની જાત પર પ્રયોગ કરીને મુંબઈમાં બ્રિટીશરોની હાજરીમાં શતાવધાનનો પ્રયોગ કરી બતાવ્યો.
→ શતાવધાન એટલે 100 જુદી-જુદી બાબતો, ઘટના, પરિસ્થિતિ યાદ રાખીને તરત જ ફરીથી એકપણ ભૂલ કર્યા વિના રજૂ કરે તેવી આધ્યાત્મિક વિધા
→ તેમના અવસાનના આગલા દિવસે પોતાના સ્વજનને કીધેલું કે ‘તમે નિશ્ચિત રહેજો. આ આત્મા શાશ્વત છે, અવશ્ય ઊત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. તમે શાંતિ અને સમાધિ પણે પ્રવર્તશો, પુરુષાર્થ કરશો.
0 Comments