સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક કમલાદેવી ચટ્ટોપાધ્યાય
સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક કમલાદેવી ચટ્ટોપાધ્યાય
→ જન્મ : 03 એપ્રિલ, 1903 (મેંગ્લોર, કર્ણાટક)
→ પિતા : અનંથૈયા ધારેશ્વર
→ માતા : ગિરજાબાઇ
→ અવસાન : 29 ઓક્ટોબર 1988 (મુંબઈ)
→ મહાન સ્વાતંત્ર્ય સેનાની, સામાજિક સુધારક અને મહિલા આગેવાન
→ વિધાનપરિષદની ચૂંટણી લડનારા પ્રથમ મહિલા
→ તેમણે કેથલિક કોન્વેન્ટ અને સેન્ટ મેરી કોલેજ, મેંગ્લોર ખાતે શિક્ષણ લીધું હતું તથા બેડફર્ડ કોલેજ તેમજ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાંથી ડિપ્લોમા ઇન સોશિયોલોજીની પદવી પ્રાપ્ત કરી હતી.
સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન
→ માર્ગારેટ કજીન્સ (ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરેંસના સ્થાપક)થી પ્રેરાઈને તેમણે વર્ષ 1926માં મદ્રાસ વિધાન પરિષદની ચૂંટણી લડી હતી. આમ તેઓ વિધાનપરિષદની ચૂંટણી લડનારા પ્રથમ મહિલા બન્યાં હતાં. તેમના આ પગલાંથી મહિલાઓને રાજકારણમાં આવવાની પ્રેરણા મળી હતી.
→ તેઓ વર્ષ 1927માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં પણ ચૂંટાઈ આવ્યા હતાં.
→ તેઓ સેવાદળ (કોંગ્રસનો ભાગ)માં જોડાયા અને મહિલા કાર્યકરોને તાલીમ આપતા હતાં.
→ તેમજ તેમણે ગાંધીજીને મીઠાના સત્યાગ્રહમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે મનાવ્યાં હતાં.
→ તેમણે મહિલા અધિકાર, ધાર્મિક સ્વતંત્રતા, પર્યાવરણ માટે ન્યાય, રાજકીય સ્વતંત્રતા અને નાગરિક અધિકારો સંબંધિત પ્રવૃત્તિઓ માટે કાર્યો કર્યા હતાં.
→ ૧૯૭૪માં તેમણે સંગીત નાટક અકાદમી ફેલોશીપથી સન્માનિત કરવામાં આવ્યા.
→ હસ્ત શિલ્પકળાના સંરક્ષણ અને સંવર્ધનમાં તેમના યોગદાન બદલ ૧૯૭૭માં યુનેસ્કો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
→ શાંતિનિકેતન દ્વારા તેમના સર્વોચ્ચ પુરસ્કાર દેસીકોટ્ટામાથી સન્માનિત કરવામાં આવ્યા.
→ ૩ એપ્રિલ ૨૦૧૮ના રોજ તેમની ૧૧૫મી વર્ષગાંઠ પર ગુગલના હોમપેજ પર ડુગલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
→ કમલાદેવીએ આઝાદી પછી લોકોના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે હસ્તકલા અને સહકારી ચળવળો ચલાવી હતી તેમજ રંગમંચના ક્ષેત્રે તેમણે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.
→ કમલાદેવીએ તેમના ગુરુ અભિનય નાટ્યરાજ પદ્મશ્રી મણીમાધવ ચાક્યાર પાસેથી પ્રાચીન સંસ્કૃત નાટ્યપરંપરા કેરળ કુટિયાત્તમની તાલીમ મેળવી હતી.
→ પરફોર્મિંગ આર્ટ ક્ષેત્ર સાથે જોડાયેલી સંસ્થાઓ તેમની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે, જેમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, સંગીત નાટક એકેડેમી, સેન્ટ્રલ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ઇમ્પોરિયમ અને ક્રાફટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો પણ સમાવેશ થાય છે.
→ તેમણે ઘણા પુસ્તકો લખ્યા છે. જેમાં ઈન્નર રિસેસીસ, આઉટર સ્પેશિસ (આત્મકથા); ધ અવેકિંગ ઓફ ઇન્ડિયન વુમન; અંકલ સૈમ એમ્પાયર; ટુવર્ડ્સ અ નેશનલ થિયેટર જેવા કેટલાક પુસ્તકોનો સમાવેશ થાય છે.
0 Comments