રાજા રવિ વર્મા | Raja Ravi Varma

રાજા રવિ વર્મા
રાજા રવિ વર્મા

→ જન્મ : 29 એપ્રિલ 1848, (કિલીમનૂર, કેરળ)

→ અવસાન : 2 ઓક્ટોબર 1906, (કેરળ)

→ ભારતના પ્રસિદ્ધ ચિત્રકાર


→ તેઓ બાળપણથી જ ચિત્રકલામાં રૂચિ ધરાવતા હતાં.

→ તેમણે ચિત્રકલાની તાલીમ મદુરાઇના ચિત્રકાર રામાસ્વામી નાયડુ અને નેધરલેન્ડનાં મશહુર ચિત્રકાર થિયોડોર જેન્સન પાસેથી લીધી હતી.

ઓઈલ પેઈન્ટનો ઉપયોગ કરનાર પ્રથમ ભારતીય કલાકારોમાં તેમની ગણના થાય છે.

→ રાજા રવિવર્મા વોટર અને ઓઈલ પેઈન્ટિંગના સિદ્ધહસ્ત ચિત્રકાર હતાં.

→ તેમના ચિત્રમાં પશ્ચિમના ખ્યાતનામ ચિત્રકાર રેમ્બ્રાન્ડની ચિત્રકલાનો પ્રભાવ જોવા મળે છે. તેઓ પૌરાણિક ચરિત્રોને પોતાની ચિત્રકલા વડે સજીવન કરવા માટે જાણીતા હતા.


ચિત્રકળા ક્ષેત્રે યોગદાન

→ તેમણે વર્ષ 1894માં મુંબઇમાં લિથોગ્રાફ પ્રેસની સ્થાપના કરીને રામાયણ, મહાભારત, પુરાણના પ્રસંગો અને દેવી—દેવતાના ચિત્રો પ્રકાશિત કર્યા હતાં.

→ કાલિકટ કોર્ટના સબ જજના પરિવારનું ચિત્રએ તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રથમ અધિકૃત ચિત્ર હતું. તેમણે લગભગ 7,000 ચિત્રો બનાવ્યા હતાં.

→ દાદાસાહેબ ફાળકેએ રાજા રવિવર્માના પ્રેસમાં નોકરી કરી હતી.

→ રાજા રવિવર્માએ દાદાસાહેબની પ્રતિભાને ઓળખી પ્રોત્સાહન આપ્યું હતું.

→ હાલમાં આપણને ફોટો, પોસ્ટર અને કેલેન્ડર વગેરેમાં શ્રી(લક્ષ્મી), દુર્ગા, રાધા, કૃષ્ણ અને સરસ્વતી દેવીની જે તસ્વીરો જોવા મળે છે તે મોટાભાગની રાજા રવિવર્માની કલ્પના શક્તિની જ ઉપજ છે.

→ તેઓ પ્રથમ એવા ચિત્રકાર હતા કે જેમણે હિંદુ દેવી દેવતાઓને સામાન્ય વ્યક્તિઓ જેવા દર્શાવ્યા હતાં.

→ તેમના પ્રસિદ્ધ ચિત્રોમાં નળ અને દમયંતી, સિતાર વગાડતી સુંદરી, પત્રલેખન કરતી શકુંતલા, હરિશ્ચંદ્ર અને તારામતિ, ભૂમિમાં સમાઈ જતા માતા સીતા, ભુવન મોહિની, અર્જુન-સુભદ્રા, વિશ્વામિત્ર - મેનકા, વિચારમગ્ન યુવતી અને જટાયુનું રાવણ સાથેનું યુદ્ધ વગેરેનો સમાવેશ થાય છે.

→ તેઓ વર્ષ 1881માં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના રાજ્યાભિષેક વખતે વડોદરા આવ્યા હતાં. મહારાજાએ તેમને રાજ્યાશ્રય આપી વિવિધ વિષયોના આધારે તેમની પાસે 14 પૌરાણિક ચિત્રો દોરાવ્યાં હતાં.

→ તેમના ઘણાં ખ્યાતનામ ચિત્રો વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ, મૈસૂર અને ત્રાવણકોરના મહેલમાં સંગ્રહાયેલાં છે.

→ બંગાળના કલાકસબીઓ નંદલાલ બોઝ અને અવનીન્દ્ર ઠાકુરના ચિત્રોમાં રાજા રવિવર્માની ચિત્રશૈલીનું અનુકરણ જોવા મળે છે.


અન્ય માહિતી

→ તેમને વર્ષ 1904માં વાઇસરોય લોર્ડ કર્ઝન દ્વારા કેસર-એ-હિંદનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય કલાકાર બન્યા હતા. આ એવોર્ડનાં પ્રશંસાપત્રમાં તેમની પ્રતિભાને માન આપીને તેમના નામની આગળ પ્રથમ વખત રાજાની પદવીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

→ વર્ષ 1971માં ભારત સરકાર દ્વારા તેમના પ્રસિદ્ધ ચિત્ર દમયંતી અને હંસ સાથેની તેમની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.


→ કેરળ સરકાર દ્વારા કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ બદલ દર વર્ષે રાજા રવિવર્મા પુરસ્કાર આપવામાં આવે છે.

→ વર્ષ 2013માં બુધ ગ્રહ પર એક ક્રેટરનું નામ રાજા રવિવર્માના નામ પરથી આપવામાં આવ્યું છે.

→ વર્ષ 2014માં ફિલ્મ નિર્દેશક કેતન મહેતાએ રાજા રવિવર્માના જીવન પર રંગ રસિયા એક ફિલ્મ બનાવી હતી. જેમાં રાજા રવિવર્માની ભૂમિકા અભિનેતા રણદીપ હુડાએ ભજવી હતી. આ ફિલ્મનું અંગ્રેજી નામ કલર ઓફ પેશન્સ હતું.

→ મરાઠી બોર્ડના પાઠ્યપુસ્તકના અપૂર્વ ભેટ (Apoorva Gifting) નામના પાઠમાં સ્વામી વિવેકાનંદ અને રાજા રવિવર્માની મુલાકાતનું વર્ણન કરવામાં આવ્યું છે.

→ તેમના સન્માનમાં કેરળમાં રાજા રવિવર્મા કોલેજ ઓફ ફાઈન આર્ટ્સની સ્થાપના કરવામાં આવી છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments