રાજદ્વારી, અર્થશાસ્ત્રી અને પત્રકાર ગગનવિહારી મહેતા
ગગનવિહારી મહેતા
ગગનવિહારી મહેતા
→ જન્મ : 15 એપ્રિલ, 1900 (અમદાવાદ)
→ અવસાન : 28 એપ્રિલ, 1974 (મુંબઇ)
→ પિતા : લલ્લુભાઈ
→ માતા : સત્યવતીબેન
→ પદ્મવિભુષણ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી
→ અમેરિકા ખાતે ભારતના રાજદૂત, પ્રખર અર્થશાસ્ત્રી અને તેજસ્વી પત્રકાર એવા બહુમુખી પ્રતિભા ધરાવનાર
→ વર્ષ 1921માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયો સાથે સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે લંડનની સ્કુલ ઓક ઇકોનોમિક્સમાં પ્રવેશ લીધો હતો. પરંતુ તે દરમિયાન તેમનું શારીરિક સ્વાસ્થ્ય બગડતાં અભ્યાસને અધવચ્ચે છોડી ભારત પરત આવ્યા હતા.
→ તેમણે વર્ષ 1923 થી 1925 દરમિયાન મુંબઇના જાણીતા બોમ્બે ક્રોનિકલ અંગ્રેજી દૈનિકમાં ઉપતંત્રી તરીકે સેવા આપી હતી.
→ ત્યારબાદ તેઓ વર્ષ 1926માં સિંધિયા સ્ટીમ શીપ નેવિગેશન કંપનીમાં મેનેજર તરીકે નિમાયા હતા.
→ તેમની વર્ષ 1939માં ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ, કોલકાતા તથા વર્ષ 1942માં ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (FICCI)ના પ્રમુખ તરીકે નિયુકિત થઈ હતી.
→ તેઓ વર્ષ 1947માં ભારતીય બંધારણ સમિતિ અને ટેરીફ કમિશનના સભ્ય રહ્યા હતા.
→ તેઓ વર્ષ 1952માં સ્થપાયેલ પ્રથમ આયોજન પંચના સભ્ય બન્યા હતા.
→ વર્ષ 1952 થી 1958 દરમિયાન તેઓ એ અમેરિકા ખાતે ભારતના રાજદૂત (એલચી) તરીકે સેવા આપી હતી. જ્યાં બંને દેશો વચ્ચે સુમેળ અને સહકાર વધે તે પ્રયત્નશીલ રહ્યા હતાં.
→ 1959–63 દરમિયાન નેશનલ શિપિંગ બોર્ડના ચેરમેન તરીકે સેવાઓ આપી.
→ 1965માં ઍર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સનું ચેરમેનપદ શોભાવ્યું.
→ તેઓ વર્ષ 1937માં ભારતીય મિલ-માલિક પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે આંતરરાષ્ટ્રીય મજૂર સંમેલન (ILC)માં ભાગ લીધો. આ ઉપરાંત તેમણે જિનીવા ખાતે ભરાયેલી આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરિષદમાં તથા મોન્ટ્રિયલમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારી મહામંડળમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
સાહિત્ય ક્ષેત્રે યોગદાન
→ તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં લેખન કાર્ય કર્યુ હતું.
→ અવળી ગંગા અને આકાશનાં પુષ્પો તેમના હાસ્યસંગ્રહો છે.
→ આ ઉપરાંત તેમણે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ 1 થી 4 સંદર્ભ ગ્રંથની રયના કરી છે.
→ તેમણે અંગેજી ભાષામાં The Conscience Of A Nation Or Studies In Gandhiism નામનું પુસ્તક લખ્યું છે.
→ વર્ષ 1968માં આઈન્સ્ટાઈન : વિજ્ઞાનનો સાધુ શીર્ષક હેઠળ ગગનવિહારી મહેતાએ લખેલી પરિચય પુસ્તિકા પ્રકાશિત થઇ હતી. આ પુસ્તકનો વિષય આઇન્સ્ટાઇન-ગગનવિહારી મહેતા મુલાકાત હતો.
→ તેમની પુત્રી અર્પણા બાસુએ તેમના પિતાના ચરિત્ર G.L. Mehta: A Many Splendoured Man (2001)માં અમેરિકામાં ગગનવિહારી મહેતા અને આઇન્સ્ટાઇનની મુલાકાતની 15-20 લીટીમાં નોંધ કરી છે. આ મુલાકાતમાં તેઓ પણ સામેલ હતા.
અન્ય માહિતી
→ તેમના દાદાનું શામળદાસ મહેતા હતું. જેઓ મહારાજા તખ્તસિંહજીના દીવાન હતા તખ્તસિંહજીના સમયમાં વર્ષ 1885માં ભાવનગર ખાતે સ્થાપવામાં આવેલ કોલેજનું નામ શામળદાસ મહેતાની યાદમાં શામળદાસ કોલેજ રાખવામાં આવ્યું છે. આ કોલેજમાં મહાત્મા ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો.
→ તેમના પત્નીનું નામ સૌઠામિનીબેન મહેતા હતું.જેઓ રમણભાઈ નીલકંઠ અને વિધાગૌરી નીલકંઠના પુત્રી હતા.
→ તેમણે ભારત સરકાર દ્વારા પદ્મભુષણ (1954) અને પદ્મવિભુષણ (1959) પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
0 Comments