→ તેમણે મુંબઇની સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાંથી લલિત કલામાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
→ તેઓ મુંબઈમાં પ્રોગ્રેસિવ આફ્ટિસ ગૃપનાં સભ્ય બન્યા હતા. જેની સ્થાપના કાન્સિસ ન્યૂટન સૂજાએ કરી હતી.
→ તેમણે કારકિર્દીની શરૂઆત વર્ષ 1956માં કોશ્ચ્યૂમ ડિઝાઇનર તરીકે ગુરુદત્તની ફિલ્મ CID(1956) થી કરી હતી.
→ તેમને વર્ષ 1983માં રિચાર્ડ એટનબરોની ગાંધી ફિલ્મ માટે બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનરનો ઓસ્કાર એવોર્ડ (જોન મોલ્લોતી સાથે સંયુકત) એનાયત થયો હતો.
→ તેમણે પ્યાસા (1957), ચૌદહવીં કા ચાંદ (1960), સાહિબ, બીવી ઓર ગુલામ(1962), લગાન (2001) અને સ્વદેશ (2004) વગેરે જેવી 100થી વધુ ફિલ્મોમાં કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે કાર્ય કર્યુ હતું.
→ તેમને વર્ષ 1991માં 38મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર લેકિન ફિલ્મ માટે અને વર્ષ 2002માં 49મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર લગાન ફિલ્મ માટે પ્રાપ્ત થયો હતો.
→ તેમણે માર્ચ, 2010માં હાર્પર કોલિન્સ દ્વારા પ્રકાશિત The Art of Constume Design નામનું પુસ્તક લખ્યું હતું.
0 Comments