→ બ્રિટનના ગણિતશાસ્ત્રી પ્રો. હાર્ડી સાથે મળીને તેમને વિભાજનના સિદ્ધાંતનો વિકાસ કર્યો હતો તેમજ ગણિતમાં પાઈ (π) માટેની અનંત શ્રેણી પર કાર્ય કર્યું હતું.
→ તેમણે લખેલા ગણિતના સંશોધનો પાછળથી રામાનુજનની નોટબુકો તરીકે પ્રસિદ્ધ થયા.
રાષ્ટ્રીય ગણિત દિવસ
→ ભારતના તત્કાલીન વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘે વર્ષ 2011માં શ્રીનિવાસ રામાનુજનની 125મી જન્મજયંતીએ 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.
→ રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના મહાન ગણિતશાસ્ત્રીઓને શ્રદ્ધાંજલી તેમજ તેમના વારસાને આગળ ધપાવવાનો છે.
રામાનુજન પુરસ્કાર
→ વર્ષ 2005થી રામાનુજનની સ્મૃતિમાં આ પુરસ્કાર આપવાની શરૂઆત કરવામાં આવી.
→ ઈન્ટરનેશનલ મેથેમેટિકલ યુનિયન (IMU) અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર થિયોરેટિકલ ફિઝિકસ (ICTP)ના સહયોગથી ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) દ્વારા દર વર્ષે વિકાસશીલ દેશના 45 વર્ષથી ઓછી વયના યુવા ગણિતશાસ્ત્રીઓને આ પુરસ્કાર આપવામાં આવે છે.
→ કોલકતાના ગણિતશાસ્ત્રી નીના ગુપ્તાને વર્ષ 2021 માટે એફાઈન એલ્જેબ્રેઈક જીઓમેટ્રિક (સંબંધ બીજગણિત અને વિનિમયશીલ બીજગણિત)માં ઉત્કૃષ્ટ કાર્ય માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો.
અન્ય માહિતી
→ રામાનુજને વર્ષ 1911માં તેમના પ્રથમ ગણિત સંશોધન જર્નલ ઓફ ધ ઈન્ડિયન મેથેમેટિકલ સોસાયટીમાં પ્રકાશિત કર્યા હતાં.
→ વર્ષ 1918માં લંડનની રોયલ સોસાયટીએ તેમને અધ્યેતા બનાવ્યા હતા. આવું બહુમાન મેળવનાર તે ભારતીય નૌકા ઇજનેર અરદાસીર કર્સેટજી વાડિયા બાદ બીજા ભારતીય હતા. તેમજ રામાનુજન બ્રિટનની રોયલ સોસાયટીના સૌથી યુવા સભ્યોમાંના એક હતા તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કોલેજના ફેલો તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય હતા.
→ ભારત સરકાર દ્વારા વર્ષ 2012ને રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
→ તેમના સન્માનમાં ભારત સરકાર સરકાર દ્વારા વર્ષ 1962, 2011, 2012 અને 2016 માં ટપાલ ટિકિટ જાહેર કરવામાં આવી હતી.
→ રામાનુજનના જીવન પર વર્ષ 2015માં The Man Who Infinity ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં રામાનુજનની ભૂમિકા મૂળ ગુજરાતી અભિનેતા દેવ પટેલ દ્વારા ભજવવામાં આવી છે.
0 Comments