→ જાણીતા શિક્ષક અને નેતા સર સૈયદ અહમદ ખાનનો જન્મ 17 ઓક્ટોબર, 1817ના રોજ દિલ્હી ખાતે થયો હતો.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી
→ તેમણે વર્ષ 1875માં અલીગઢમાં મોહમ્મદ એન્ગલો પર ઓરિએન્ટલ કોલેજની સ્થાપના કરી હતી. જે પાછળથી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે પ્રસિદ્ધ થઈ.
પુસ્તક અને પત્રિકા
→ તેમણે વર્ષ 1847માં ઉલ્લેખનીય પુસ્તક અતહર અસનાદીદ (મહાન લોકોના સ્મારક) પ્રકાશિત કર્યુ હતું.
→ વર્ષ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પર અસબાબ-એ-બગાવત-એ-હિન્દ નામનું પુસ્તક લખ્યું હતું. જેમાં બ્રિટિશ સરકારની નીતિઓની ટીકા કરી હતી.
→ તેમણે ભારતીય પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને 1857ના વિદ્રોહના કારણોને સ્પષ્ટ કરવા માટે The Causes of the Indian Revolt નામનું પુસ્તક લખ્યું હતું.
→ તેમણે વર્ષ 1870માં સામાજિક અને ધાર્મિક બાબતો પર લોકોને જાગૃત કરવા માટે તહજીબ-ઉલ-અખલાક સામાજિક સુધારા નામની પત્રિકા શરૂ કરી હતી.
→ તેમણે દિલ્હીની 232 ઇમારતો વિશે આસારૂસ્સાનાદીદ નામની ઐતિહાસિક પરિચય પુસ્તિકા પ્રગટ કરી હતી. આ પુસ્તિકાના આધારે તેમને લંડનની રોયલ એશિયાટિક સોસાયટીના ફેલો તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા.
સમાજ સુધારણા ક્ક્ષેત્રે યોગદાન
→ તેમણે મુસ્લિમ સમુદાયને સામાજિક, રાજનૈતિક અને આધુનિક શિક્ષણ આપવા અલિગઢ આંદોલનની શરૂઆત કરી હતી. આ આંદોલનનો ઉદેશ્ય મુસ્લિમ સમુદાયને પારંપરિક શિક્ષણની જગ્યાએ અંગ્રેજી શીખવવાનો અને પશ્ચિમી શિક્ષણના માધ્યમથી મુસ્લિમોને આધુનિક શિક્ષણ આપવાનો હતો.
→ તેમણે સ્ત્રીઓમાં સાક્ષરતા વધારવા તથા તેમને શિક્ષિત કરવાના ક્ષેત્રોમાં ઘણાં પ્રયત્નો કર્યા હતાં.
→ તેઓ ધાર્મિક અસહિષ્ણુતા, અજ્ઞાનતા, તર્કહિનતાના વિરોધી હતાં. તેમણે પડદા - પ્રથા, બહુ-વિવાહ. તીન તલાક, પીરી અને મરીદી પ્રથાની નિંદા કરી હતી.
→ તેઓ વર્ષ 1830માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં કલાર્ક તરીકે જોડાયા હતા તેમજ આગળ જતાં બ્રિટિશ શાસનમાં ન્યાયિક સેવામાં કાર્ય કર્યું હતું.
→ તેઓ એક હિન્દુસ્તાની શિક્ષક અને નેતા હતાં. જેમણે ભારતના મુસલમાનો માટે આધુનિક શિક્ષાની શરૂઆત કરી હતી.
→ તેઓ હિન્દુ અને મુસ્લમાન બંને ધર્મોના એકતાના સમર્થક હતાં. તેમણે કહેલું કે 'હિન્દુ અને મુસલમાન બંને એક દેશના અને એક રાષ્ટ્રના છે, દેશની પ્રગતિ અને ભલાઇ આપણી એકતા અને પ્રેમ પર નિર્ભર છે.'
→ તેમણે વર્ષ 1864માં અલીગઢમાં પશ્ચિમી સાહિત્યનો ભારતીય ભાષાઓમાં અનુવાદ કરવા, મુસ્લિમ સમુદાયને પશ્ચિમી શિક્ષણ આપવા તથા મુસ્લિમ સમુદાયમાં વૈજ્ઞાનિક મનોભાવ વિકસિત કરવા Scientific Societyની સ્થાપના કરી હતી.
→ તેમણે મુસ્લિમ સમુદાયને સામાજિક, રાજનૈતિક અને આધુનિક શિક્ષણ આપવા અલિગઢ આંદોલનની શરૂઆત કરી હતી. આ આંદોલનનો ઉદ્દેશ્ય મુસ્લિમ સમુદાયને પારંપરિક શિક્ષણની જગ્યાએ અંગ્રેજી શીખવવાનો અને પશ્ચિમી શિક્ષણના માધ્યમથી મુસ્લિમોને આધુનિક શિક્ષણ આપવાનો હતો.
→ તેઓ વર્ષ 1878માં ઇમ્પીરિયલ લેજિસ્લેટિવ કાઉન્સીલના સદસ્ય બન્યા હતા.
→ અંગ્રેજો પ્રત્યે તેમના સમર્પણથી પ્રસન્ન થઈ વર્ષ 1888માં તેમને નાઈટહૂડની ઉપાધિ આપી હતી.
→ તેમનું અવસાન 27 માર્ચ, 1898ના રોજ અલીગઢ ખાતે થયુ હતું.
0 Comments