પ્રહલાદ પારેખ | Prahlad Parekh

પ્રહલાદ પારેખ
પ્રહલાદ પારેખ

→ જન્મ : 12 ઓક્ટોબર, 1912 (ભાવનગર)

→ અવસાન : 2 જાન્યુઆરી, 1962

→ પૂરું નામ :પ્રહલાદ જેઠાલાલ પારેખ


→ બારી બહાર અને સૌંદર્યાભિમુખ કવિ તથા રંગ અને ગંધના સર્જકના ઉપનામથી જાણીતા પ્રહલાદ પારેખ

→ તેમણે માધ્યમિક શિક્ષણ ભાવનગરની દક્ષિણામૂર્તિ શાળામાં નાનાભાઇ ભક્ત અને હરભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ તેઓ અભ્યાસ અર્થે ગુજરાત વિધાપીઠમાં જોડાયા હતા.

→ તેમણે વર્ષ 1930માં આઝાદીની લડતમાં સક્રિય રીતે ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યો હતો.

→ તેઓ વર્ષ 1933માં શાંતિનિકેતન (કોલકત્તા) ખાતે જોડાયા ત્યાં તેમને રવીન્દ્રનાથ ટાગોરના સંપર્કથી કાવ્યસર્જનની પ્રેરણા મળી હતી.

→ તેમણે મુંબઇની મોડર્ન હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી.

→ તેમણે કવિતા, ગધકથા, બાળવાર્તા અને બાળકાવ્ય ક્ષેત્રે સાહિત્ય સર્જન કર્યું છે.

→ તેઓનો પ્રથમ કાવ્યસંગ્રહ બારી બહાર વર્ષ 1940માં પ્રગટ થયો. જેમાં ગાંધીયુગના સાહિત્યની છાંટ જોવા મળે છે.

→ ઉમાશંકર જોશીએ તેમને આંખ, કાન અને નાકની કવિતાના કવિ કહ્યા છે અને કહ્યું છે કે પ્રહલાદ પારેખની કવિતાઓમાં નીતરાં પાણી હોવાનો ગુણ છે.

→ તેમણે મિસિસ લોરા ઇન્ગોલ્સ બાઇલ્ડરની ગધકથાનો રૂપેરી સરોવરને કિનારે અને સ્ટિફન ઝવાઈગની નવલક્થાનો અજાણીનું અંતર નામે અનુવાદ કર્યો છે.


સાહિત્ય સર્જન

→ કાવ્યસંગ્રહ : બારી બહાર (પ્રથમ કાવ્યસંગ્રહ), સરવાણી, આજ

→ બાલસાહિત્ય : રાજકુમારીની શોધમાં, કરુણાનો સ્વયંવર, તનમનિયાં

→ ખંડકાવ્ય : પરાજયની જીત

→ અન્ય : અદના આદમીનું ગીત (બારી બહાર કાવ્યસંગ્રહમાંથી), ઘેરૈયા, બનાવટી ફૂલોને ('બારી બહાર' કાવ્યસંગ્રહમાંથી), ગુલાબ અને શિવલી (ગધકથા)


પંકિતઓ

મઘમઘતે અંગે આ પંથે ગવ ખેતી ગઇ કોઇ નવપરણિતા,
વા પ્રેમીને મળવા કોઈ ગઇ નવયૌવના


રહું એથી આંહી રહ માનવીની સાથમાં
એક મહેનતના હાથને ઝાલીએ,
હો ભેરુ મારા આપણે ભરોસે આપણે હાલીએ
→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments