→ તેમણે રાજસ્થાનના પિલાની ખાતેની બિરલા કોલેજ (હાલમાં BITS Pilani)માં અભ્યાસ કર્યો હતો. તેઓ બાલ ગંગાધર તિલકની રાષ્ટ્રવાદી વિચારધારાથી પ્રેરાઈને સમાજસેવામાં જોડાયા હતાં.
સામાજિક કાર્યો
→ તેમણે ગરીબી દૂર કરવા માટે ખેતી, નાના ઉધોગો, ગ્રામીણ સ્વાસ્થ્ય અને ગ્રામીણ શિક્ષા જેવા રચનાત્મક કાર્યક્રમો હાથ ધર્યા હતાં.
→ 'દરેક હાથને કામ અને દરેક ખેતરને પાણી' એ તેમના દ્વારા ચલાવવામાં આવેલ કાર્યક્રમોનો મુખ્ય ઉદેશ્ય હતો.
→ તેઓએ ઉત્તરપ્રદેશના ગોંડ અને બલરામપુર તેમજ મહારાષ્ટ્રના બીડ ખાતે સમાજસેવાનું કાર્ય કર્યું હતું.
→ તેમણે વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં સક્રિય કામગીરી સંભાળી હતી.
→ તેઓએ વર્ષ 1991માં મધ્યપ્રદેશમાં દેશની પ્રથમ ગ્રામીણ યુનિવર્સિટી 'ચિત્રકૂટ ગ્રામોદય યુનિવર્સિટી' ની સ્થાપના કરી હતી.
→ તેમણે સમગ્ર ભારતમાં સરસ્વતી વિધામંદિર શાળાઓની સાંકળ પણ શરૂ કરી હતી.
પુરસ્કાર
→ વર્ષ 1999 : પદ્મવિભૂષણ
→ વર્ષ 2019 : ભારતરત્ન (મરણોત્તર)
→ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારથી પ્રભાવિત થઇને નાનાજી દેશમુખે તેમનું સંપૂર્ણ જીવન RSS માટે સમર્પિત કરી દીધુ હતું.
→ તેઓ વર્ષ 1930માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં જોડાયા બાદ મહારાષ્ટ્ર ઉપરાંત રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં પ્રચારક તરીકેની જવાબદારી નિભાવી હતી. તેમણે આઝાદી બાદ ભારતીય જનસંઘની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
→ તેમણે જયપ્રકાશ નારાયણના આમંત્રણથી સંપૂર્ણ ક્રાંતિ આંદોલનમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
→ તેઓએ વર્ષ 1972માં દિનદયાળ શોધ સંસ્થાની સ્થાપના કરી હતી. આ સંસ્થા દ્વારા મંથન નામની પત્રિકા શરૂ કરવામાં આવી હતી.
→ તેમણે વર્ષ 1977માં મોરારજી દેસાઈ સરકારમાં ઉધોગમંત્રી તરીકેની જવાબદારી નિભાવી હતી.
→ તેઓ વર્ષ 1999 થી 2005 દરમિયાન રાજ્યસભાના સભ્ય રહ્યા હતાં.
→ તેમની સ્મૃતિમાં ભારત સરકારે વર્ષ 2017માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
→ ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા સમગ્ર દેશની પંચાયતો દ્વારા થતી કામગીરીનું મૂલ્યાંકન કરી વિશિષ્ટ કામગીરી કરનાર પંચાયતને નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે.
0 Comments