→ ભારતના બીજા વડાપ્રધાન, સ્વાતંત્ર્ય સેનાની અને વામન છતાં વિરાટ વ્યક્તિત્વ ધરાવનાર લાલ બહાદુર શાસ્ત્રી
→ ઘરમાં તેમને બધા નન્હે નામથી બોલાવતા હતાં.
→ તેમણે વર્ષ 1926માં કાશી વિધાપીઠ ખાતેથી તત્વજ્ઞાન વિષય સાથે સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
સમાજ સેવા અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન
→ તેઓ 16 વર્ષની વયે અભ્યાસ છોડી દેશની આઝાદીની લડતમાં સક્રિય રીતે જોડાઇને મરો નહી, મારો તો નારો આપ્યો હતો અને જુદી-જુદી ચળવળોમાં ભાગ લેવા બદલ કુલ 28 વર્ષ સુધી જેલવાસ પણ ભોગવ્યો હતો.
→ તેમણે મેરઠ જિલ્લામાં અસ્પૃશ્યોની સેવા પ્રવૃત્તિ હાથ ધરી હતી.
ભારતના બીજા વડાપ્રધાન
→ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના અવસાન બાદ તેઓ 9 જૂન, 1964 રોજ ભારતના બીજા વડાપ્રધાન બન્યા હતાં.
→ તેમણે ઓક્ટોબર, 1964માં ઇજિપ્તના કૈટો ખાતે યોજાયેલી બિન-જોડાણવાદી દેશોની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને પાંચ મુદ્દાનો શાંતિ કાર્યક્મ રજૂ કર્યો હતો.
→ તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ 1965માં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ની સ્થાપના થઇ હતી.
→ તેમની વિરુદ્ધ કુલ ત્રણ વખત અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો પરંતુ એક પણ વખત બહુમતીથી પસાર થયો ન હતો.
શોભાવેલ પદો
→ ભારતની આઝાદી પછી તેઓ ઉત્તરપ્રદેશમાં સંસદીય સચિવના રૂપમાં નિયુકત થયા હતા.
→ ઉત્તરપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંતના મંત્રીમંડળમાં પોલીસ તેમજ પરિવહન મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન તેમણે બસ કંડક્ટરના પદ પર ભારતમાં પ્રથમવાર મહિલાને નિયુકત કરવામાં આવી હતી.
→ વર્ષ 1951માં જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં તેઓ અખિલ ભારત કોંગ્રેસ કમિટિના મહાસચિવ નિયુકત થયા હતાં.
→ તેઓ વર્ષ 1951-56 દરમિયાન જવાહરલાલ નહેરુની સરકારમાં રેલવે મંત્રી તરીકે અને વર્ષ 1961-63 દરમિયાન ગૃહમંત્રી તરીકેના પદ પર રહ્યા હતાં.
જય જવાન, જય કિસાન
→ તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજું યુદ્ધ થયું હતું. જેમાં ભારતની જીત થઇ હતી. આ યુદ્ધ દરમિયાન તેમણે જય જવાન,જય કિસાન નો નારો આપ્યો હતો.
તાશ્કંદ કરાર
→ 10 જાન્યુઆરી, 1966ના રોજ તાશ્કંદ (ઉઝબેકિસ્તાન) ખાતે સોવિયત સંઘના પ્રધાન અલેક્સી કોશ્યિનની મધ્યસ્થી દ્વારા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન અને ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જે તાશ્કંદ કરાર તરીકે ઓળખાય છે.
LBSNA
→ વર્ષ 1972માં મસુરી, ઉત્તરાખંડ ખાતે આવેલી રાષ્ટ્રીય પ્રશાસનિક એકેડમીનું નામ બદલીને તેમના માનમાં લાલ બહાદુર શાસ્ત્રી પ્રશાસનિક એકેડમી કરવામાં આવ્યું.
→ પાછળથી વર્ષ 1973માં 'રાષ્ટ્રીય' શબ્દ ઉમેરી તેનું નામ લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસનિક એકેડમી (LBSNA) કરવામાં આવ્યું. આ એકેડમીમાં ભારતીય સનદી સેવાનું પ્રશિક્ષણ આપવામાં આવે છે.
→ તેમણે જામનગરના બાલાછડી ખાતે વર્ષ 1961માં સૈનિક સ્કુલનું ઉદ્ઘાટન કર્યુ હતું.
→ તેમની સ્મૃતિમાં ભારત સરકાર દ્વારા વર્ષ 1966માં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી.
→ તેમનું સમાધિ સ્થળ વિજયઘાટ (નવી દિલ્હી) તરીકે ઓળખાય છે.
→ તેમને વર્ષ 1966માં મરણોપરાંત ભારત સરકારના સર્વોચ્ચ ભારતરત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેઓ મરણોપરાંત ભારતરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યકિત હતાં.
→ તેમના માનમાં દિલ્હીની લાલ બહાદુર શાસ્ત્રી મેનેજમેન્ટ ઇન્સ્ટિટયુટ દ્વારા લોક પ્રશાસન, શિક્ષા અને પ્રબંધન ક્ષેત્રમાં વર્ષ 1999થી દર વર્ષે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એવોર્ડ ઓફ એક્સેલન્સ આપવામાં આવે છે. જે અંતર્ગત 5 લાખ રૂપિયાની ધનરાશિ, પ્રશસ્તિપત્ર અને તકતી આપવામાં આવે છે.
0 Comments