પંડિત સુખલાલજી | Pandit Sukhlalji

પંડિત સુખલાલજી
પંડિત સુખલાલજી

→ જન્મ : 8 ડિસેમ્બર, 1880 (વઢવાણ, સુરેન્દ્રનગર)

→ અવસાન : 2 માર્ચ. 1978 (અમદાવાદ)

→ પ્રજ્ઞાચક્ષુ, ગાંધીવાદી, પ્રકાંડપંડિતનું બિરુદ ધરાવનાર અને તત્વજ્ઞાની


→ તેઓ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં એમની આંતરિક દ્રષ્ટિ અત્યંત વ્યાપક હતી.

→ તેમણે 16 વર્ષની ઉંમરે શીતળાના રોગના કારણે આંખો ગુમાવી હતી. ત્યારબાદ ગામમાં આવતા જૈન સાધુઓ પાસેથી તેમણે સંસ્કૃત અને જૈન શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો.

→ તેમણે કાશી (બનારસ) જઈ સાહિત્ય, વ્યાકરણ, દર્શનશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.

→ તેમને વર્ષ 1957માં ગુજરાત યુનિવર્સિટી, 1967માં સરદાર પટેલ યુનિવસર્સિટી અને 1973માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ડિ.લિટ.ની પદવીથી સન્માનિત કરાયા હતાં.

→ તેઓ વર્ષ 1921 થી 1930 સુધી ગુજરાત વિધાપીઠમાં અને વર્ષ 1933 થી 1944 સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવા આપી હતી.

→ તેમણે ચરિત્રકાર, નિબંધકાર અને સંપાદક તરીકે કીર્તિ પ્રાપ્ત કરી છે.

→ તેઓએ ભારતીય દર્શનશાસ્ત્ર પર મૂળભૂત વિચારણા રજૂ કરી હતી અને તત્વજ્ઞાનને શાસ્ત્રો અને ધર્મની જડ સીમાઓમાંથી મુકત કરવાનો પ્રયત્ન કયો હતો.

→ તત્વવિચારણાનું પાછળ ક્રિયાકાંડથી મુક્ત, સમન્વયદર્શી ધર્મનું સ્વરૂપ, અનુકંપા, તર્કનું સહિયારું એ તેમની વિચારણાનું મુખ્ય બળ છે. આથી તેમણે ધર્મ અને સંસ્કૃતિનું હમેશાં માનવકલ્યાણના માનદંડથી જ મૂલ્યાંકન કર્યું છે.

→ તેમને વર્ષ 1958માં તેમની કૃતિ દર્શન અને ચિંતન માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

→ તેમણે વર્ષ 1974માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.


સાહિત્ય સર્જન

→ વિવેચન : નિગ્રંથ સંપ્રદાય, યોગદર્શન, તત્વાર્થસૂત્ર, જૈન ધર્મનો પ્રાણ

→ અનુવાદ : ચાર તીર્થંકર

→ સંપાદન: પ્રમાણમીમાંસા, ભારતી તત્વવિધા, વાદમહાર્ણવ : 1 થી 6, જ્ઞાનબિંદુ

→ આત્મકથા :મારું જીવનવૃતાંત


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments