→ ભારતના ઇતિહાસમાં જમશેદજી ટાટાનું સ્થાન એક સફળ ઉધોગપતિ ઉપરાંત જૂના અર્થતંત્રમાં આધુનિક યુગમાં પરિવર્તન કરાવવાની ફિલસૂફી આપનાર તેમજ ઔધોગિક ક્રાંતિ અને ઔધોગિક દ્રષ્ટિ આપનાર આદરણીય વ્યકિત છે.
→ તેમના જીવન પર અનેક રાષ્ટ્રવાદી અને ક્રાંતિકારી નેતાઓ જેવા દાદાભાઈ નવરોજી અને ફિરોજશાહ મહેતાનો પ્રભાવ હતો.
→ તેઓ એલ્ફિન્સ્ટન કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વર્ષ 1858માં પિતા સાથે બિઝનેસમાં જોડાયા હતાં.
→ તેમના જીવનના ત્રણ સ્વપ્ન હતાં : પોતાનું સ્ટીલનું કારખાનું, વિશ્વ કક્ષાની વૈજ્ઞાનિકોને તૈયાર કરતી સંસ્થા અને જળવિધુત પરિયોજના
ઉધોગ ક્ષેત્રે યોગદાન
→ વર્ષ 1859માં તેઓ હોંગકોંગમાં તેમણે ટાટા એન્ડ કંપનીની શાખા શરૂ કરી હતી.
→ તેમણે વર્ષ 1865માં બ્રિટનમાં જઈને કોટન ઇન્ડસ્ટ્રીમાં શિક્ષણ લીધું હતું અને લેન્કેશાયર કોટન મિલ્સની મુલાકાત પણ લીધી હતી ત્યાં તેમને વૈચારિક અને વિદ્વાન એવા જોન સ્ટુઅર્ટ મિલ તેમજ જોન રસ્કીન સાથે પરિચય થયો.
→ વર્ષ 1868માં ભારત પરત ફર્યા બાદ તેમણે નાગપુર ખાતે કાપડની મિલ શરૂ કરી, આ કાપડની નિકાસ ચીન, જાપાન, કોરિયા જેવા દેશોમાં થતી હતી. જેને પાછળથી 'ઇમ્પ્રેસ મિલ' નામ આપવામાં આવ્યું.
→ તે સમયે અંગ્રેજોના સમયમાં મોટી હોટલોમાં ભારતીયોને પ્રવેશ નિષેધ હતો, તેમને આ વાત ખટકતી હતી. જેના પરિણામે તેમણે વર્ષ 1903માં વિશ્વની શ્રેષ્ઠ હોટલો પૈકી એક 'તાજ હોટલ' ની સ્થાપના કરી હતી.
→ તેમણે મુંબઈમાં 'ધરમશી મિલ' શરૂ કરી હતી, જે પાછળથી સ્વદેશી મિલ તરીકે ઓળખાઈ, આ મિલે ભારતમાં સ્વદેશી કાપડની ઝુંબેશમાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેમજ વર્ષ 1869માં 'એલેકઝાન્ડર' નામની કાપડની મીલ સ્થાપી હતી.
→ તાજેતરમાં હુરુન અને એડેલગીવ ફાઉન્ડેશન દ્વારા વિશ્વમાં દાન કરનારા ટોપ-50 વ્યક્તિઓની યાદી તૈયાર કરાઈ હતી. જેને ધ એડલગીવ હુરન ફિલાનટ્રોપિસ્ટ ઓફ ધ સેન્ચૂરી રેન્કિંગ-2021 નામ આપવામાં આવ્યું હતું. આ રિપોર્ટમાં ભારતીય ઉધોગ જગતના પિતા જમશેદજી ટાટાને વિશ્વમાં દાન કરનારા ટોપ-50 વ્યક્તિઓની યાદીમાં છેલ્લા 100 વર્ષમાં એટલે કે 'સદીના સૌથી,મોટા દાનવીર તરીકેનું સ્થાન છે.
→ ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની (TISCO) જમશેદપુર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISC)-બેંગ્લોર અને ટાટા પાવર કંપનીનો ખોપોલી પ્લાન્ટની સ્થાપના તેમના મૃત્યુ બાદ થઈ હતી.
→ તેમણે અંગ્રેજોને પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધમાં લોખંડ પરું પાડયું હતુ તેમજ બંગાળમાં હુગલી નદી પર પુલનું નિર્માણ કરાવ્યું હતું.
→ ઝારખંડમાં જમશેદજી ટાટાના નામ પરથી બનેલું જમશેદપુર "ટાટાનગર" તરીકે પણ ઓળખાય છે.
0 Comments