→ તેમણે 15 વર્ષની ઉંમરે ભણતર છોડી મૂક્યું હતું અને જેમાં તેમણે ભણતરના માત્ર 4 પ્રકાર જ પૂર્ણ કર્યા હતા. ત્યારબાદ તેમણે એડીનબર્ગ યુનિવર્સિટી તથા યુનિવર્સિટી કોલેજ, લંડન ખાતે અભ્યાસ લીધો હતો.
→ તેમને વિજ્ઞાન સિવાય ભણવામાં ખાસ રસ ન હતો જેમાં જીવવિજ્ઞાનમાં તેમની વિશેષ રુચી હતી.
→ તેમના માતા અને પત્ની બન્ને બહેરા હતા, જેણે ગ્રેહામ બેલને સાંભળવાના સાધન પર પ્રયોગ કરવા પ્રેર્યા હતા.
→ વર્ષ 1873માં તેમણે બોસ્ટન યુનિવર્સિટીમાં વોકલ ફીઝીયોલોજીના પ્રોફેસર તરીકે કાર્ય કરવાનું શરૂ કર્યું હતું અને સાથે તેઓ હાર્મોનિક ટેલિગ્રાફ પર સંશોધન કરી રહ્યા હતા. અંતે તેઓ વર્ષ 1876માં ટેલીફોનની શોધમાં સફળ રહ્યા.
→ તેમણે વર્ષ 1877 માં બેલ ટેલિફોન કંપનીની રચના કરી.
→ આ ઉપરાંત તેમણે ઇલેક્ટ્રિક બેલ, શરીરમાંથી ગોળી શોધવા માટે ઉપયોગી મેટલ ડિટેકટર, ઓપ્ટિકલ ફાઇબર સિસ્ટમ, હાઇડ્રોફોઇલ, ફોટોફોન તથા એરોનૌટિક્સ ક્ષેત્રે પણ શોધ કરી હતી.
→ ફ્રાંસ સરકાર દ્વારા તેમને વર્ષ 1880 માં ટેલિફોન ના આવિષ્કાર માટે વૉલ્ટા પ્રાઇઝ તથા વર્ષ 1881 માં લીજન ઓફ ઓનર થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
→ આ ઉપરાંત વર્ષ 1902 માં ઇંગ્લેન્ડની સોસાયટી ઓફ આર્ટ ઓફ લંડન દ્વારા તેમને એલ્બર્ટ મેડલથી સન્માનિત કરાયું હતું.
0 Comments