→ ગુજરાતી અને હિન્દી ફિલ્મજગતની જાણીતી સંગીત જોડી કલ્યાણજી-આનંદજી પૈકીના આનંદજીનો જન્મદિવસ
→ મૂળ અભિનેતા થવાની મહત્વાકાંક્ષા ધરાવતા આનંદજી, મોટાભાઇ કલ્યાણજી સાથે વર્ષ 1959માં હિંદી ફિલ્મ સટ્ટાબાજારના સંગીત- દિગ્દર્શનમાં જોડાયા અને ત્યારથી કલ્યાણજી-આણંદજીની જોડીનું નામ અસ્તિત્વમાં આવ્યું.
→ પોસ્ટ બોકસ 999 ફિલ્મની સફળતામાં આ સંગીત-નિર્દેશક જોડીનો મહત્તમ ફાળો રહ્યો હતો.
→ તેમના સંગીત સાથે લતા મંગેશકર, મુહમ્મદ રફી, મુકેશ, કિશોરકુમાર, આશા ભોંસલે, મન્નાડે અને હેમંતકુમાર જેવા ખ્યાતનામ ગાયકોએ ગીતો ગાયા છે.
→ તેમણે 6 જેટલી ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.
→ તેમની સટ્ટાબાજાર, ઉપકાર, કુરબાની, સરસ્વતીચંદ્ર, જબ જબ ફૂલ ખીલે, જંજીર, હિમાલય કી ગોદ મેં, વિક્ટોરિયા 203, સચ્ચા-જૂઠા અને અખંડ સૌભાગ્યવતી (ગુજરાતી) વગેરે ખૂબ જાણીતી ફિલ્મો છે.
0 Comments