લાલા હરદયાળ | Lala Hardayal

લાલા હરદયાળ
લાલા હરદયાળ

→ જન્મ : 14 ઓકટોબર, 1884 (દિલ્હી)

→ અવસાન: 4 માર્ચ, 1939 (ફિલાડેલ્ફિયા,અમેરિકા)

→ પૂરું નામ : લાલા હરદયાળસિંહ માથુર

→ તેઓ એક તેજસ્વી વક્તા અને ઇતિહાસ, સમાજશાસ્ત્ર, સાહિત્ય, ધર્મ તથા તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી હતા.


→ તેમના પિતા ગૌરીદયાળ માથુર ફારસી અને ઉર્દૂના અભ્યાસી હતા.

→ તેમનાં માતા ધાર્મિક વૃત્તિનાં શિવભક્ત હતાં.

→ તેમણે મૅટ્રિકની પરીક્ષા 14 વરસની વયે પસાર કરી અને દિલ્હીની સેંટ સ્ટીફન્સ કૉલેજમાં જોડાયા.

→ કૉલેજના અભ્યાસ દરમિયાન તેઓ ‘ગીતા’, ‘મનુસ્મૃતિ’ તથા ‘ઋગ્વેદ’નો પણ અભ્યાસ કરતા હતા.

→ તેમણે પંજાબ યુનિવર્સિટી, લાહોરમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી. તેમને શિષ્યવૃત્તિ પણ મળી.

→ તેઓ ગવર્નમેન્ટ કૉલેજ, લાહોરમાં અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ.માં જોડાયા અને 1903માં પહેલા નંબરે પરીક્ષા પસાર કરી. બીજે વરસે તેઓ ઇતિહાસ વિષય સાથે એમ.એ. થયા.

→ બ્રિટિશ સરકારે તેમને વાર્ષિક 200 પાઉન્ડની શિષ્યવૃત્તિ ઇંગ્લૅન્ડ જઈને વધુ અભ્યાસ કરવા માટે આપી.

→ તેઓ 1905માં ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં ઑક્સફર્ડની સેંટ જૉન્સ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો અને આધુનિક ઇતિહાસનો અભ્યાસ શરૂ કર્યો. લંડનમાં પ્રસિદ્ધ ક્રાંતિકાર અને ‘ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ’ સાપ્તાહિકના તંત્રી શ્યામજી કૃષ્ણવર્મા, મૅડમ ભિખાઈજી કામા, વિનાયક દામોદર સાવરકર વગેરેના સંપર્કથી ક્રાંતિકારી વિચારોથી આકર્ષાયા અને સરકારી શિષ્યવૃત્તિનો ત્યાગ કર્યો.

→ હરદયાળ 1908માં ઇંગ્લડથી ભારત આવ્યા અને લાહોરમાં યુવકો માટે વર્ગો ચલાવ્યા.

→ હરદયાળ 1927માં લંડન ગયા અને લંડન યુનિવર્સિટીમાં પીએચ.ડી. માટે સંશોધન કરવા માંડ્યું. તેમને ‘ધ બોધિસત્વ ડૉક્ટ્રિન ઇન બુદ્ધિસ્ટ સંસ્કૃત લિટરેચર’ વિશે લખેલ મહાનિબંધ માટે પીએચ.ડી.ની ડિગ્રી આપવામાં આવી. તે પછી ‘હિન્ટ્સ ફૉર સેલ્ફકલ્ચર’ નામના પોતાના ગ્રંથમાં તેમણે તેમના દાર્શનિક તથા નૈતિક વિચારો દર્શાવ્યા.


ગદર પાર્ટી

→ 1 નવેમ્બર, 1913માં સોહનસિંહ ભાખનાએ હિન્દ એસોસિએશન ઓફ અમેરિકાની સ્થાપના કરી.

→ આ સંસ્થા દ્વારા ગદર નામનું સાપ્તાહિક (ગુરુમુખી, ઉર્દૂ, અંગ્રેજી, હિન્દી, મરાઠી અને પંજાબી ભાષામાં) બહાર પાડવામાં આવતું હતું. આ કારણે આ સગઠનનું નામ ગદર પાર્ટી પડી ગયું.

→ લાલા હરદયાલ, સોહનસિંહ ભાખના, રામચંદ્ર, બરકતુલ્લા, રામદાસ પુરી, કરતાર સિંહ સરાભા, ભાઈ પરમાનંદ, ભગવાન સિંહ જ્ઞાની વગેરે ગદર પાર્ટીના મુખ્ય સભ્યો હતા.

→ ગદર પાર્ટી દ્વારા ગદર સમાચાર પત્રમાં આપવામાં આવતી જાહેરાત - ભારતમાં વિદ્રોહ માટે સાહસી સૈનિકોની જરૂરિયાત છે. વેતન-મૃત્યુ, પુરસ્કાર-શહીદી, પેન્શન-સ્વતંત્રતા, યુદ્ધ ક્ષેત્ર-ભારત

→ ગદર પાર્ટીના ધ્વજમાં ત્રણ પટ્ટાઓ હતા. જેમાં સૌથી ઉપરનો પટ્ટો લાલ, મધ્યમાં રહેલ પટ્ટો પીળા અને સૌથી નીચેનો પટ્ટો લીલા રંગનો હતો. ધ્વજની મધ્યમાં બે આડી તલવારો હતી.


સામયિકો

→ તેમણે સપ્ટેમ્બર, 1909માં પેરિસ ખાતે મેડમ કામા અને સરદારસિંહ રાણા સાથે મળીને વંદે માતરમનું સંપાદન કાર્ય શરૂ કર્યું હતું.

→ તેમણે ક્રાંતિ નામના ઉર્દૂ સાપ્તાહિકની અને ગદર નામના સાપ્તાહિકની શરૂઆત કરી હતી.


→ તેઓ વર્ષ 1911માં અમેરિકા ગયા અને ત્યાં ઔધોગિક સંઘવાદમાં જોડાયા તેમજ તેમણે ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ ઓફ ધ વર્લ્ડ (IWW)ની સાનફ્રાન્સિસ્કો શાખાના સચિવ તરીકે કાર્ય કર્યું હતું.

→ વર્ષ 1914માં અમેરિકન અધિકારીઓ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

→ ત્યારબાદ જમાનત પર છૂટયા બાદ તેઓ સ્વિત્ઝરલેન્ડ અને પછી જર્મની ગયા સુ હતા. તેમના ગયા પછી જર્મનીમાં થતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓને વેગ મળ્યો હતો.

→ તેઓ વર્ષ 1920ના દશકના અંતમાં અમેરિકા ગયા અને કેલિફોર્નિયા વિશ્વ વિધાલયમાં સંસ્કૃત વિષયના પ્રોફેસર બન્યા હતા.

ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભારતની આઝાદી માટે સંઘર્ષ શ્રેણી અંતર્ગત ૧૩ ફેબ્રુઆરી ૧૯૮૭ના રોજ એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments