→ મહાગુજરાત આંદોલનના પ્રણેતા અને અમીર નગરીના ગરીબ ફકીર તથા ઇન્દુચાચા જેવા હુલામણા નામથી જાણીતા
→ તેઓ સમાજશાસ્ત્રી, આત્મકથાકાર, નાટ્યકાર, નવલકથાકાર અને સ્વતંત્રતા સેનાની હતા.
→ તેમના જીવન પર મેઝિની અને ગેરીબાલ્ડી જેવા વિચારકોનો પ્રભાવ જોવા મળે છે.
→ તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નડિયાદમાં લીધું હતું.
→ તેમણે વર્ષ 1910માં મુંબઈ યુનિવર્સિટીમાંથી B.A. ની ડિગ્રી અને વર્ષ 1912માં LL.B ની ડિગ્રી મેળવી હતી અને મુંબઈમાંથી જ વકીલાતની શરૂઆત કરી હતી.
સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન
→ તેમણે વર્ષ 1913-15 દરમિયાન વકીલાતની સાથે હિન્દુસ્તાન દૈનિકમાં સંપાદકીય લેખો પણ લખ્યા હતા. ત્યારબાદ તેમણે વર્ષ 1915માં વકીલાત છોડી સમાજસેવા અને દેશસેવામાં જીવન સમર્પિત કર્યું હતું.
→ તેઓ અસહકાર આંદોલનના હિમાયતી હતા.
→ અસહકાર આંદોલનની ચળવળ વિશે ચર્ચા કરવા ગુજરાત રાજકીય પરિષદની કારોબારી સમિતિના અધિવેશનની આગેવાની કરી હતી.
→ તેઓએ વર્ષ 1939માં ગુજરાત કિસાન પરિષદની સ્થાપના કરી હતી તથા વર્ષ 1942માં તેઓ અખિલ હિન્દ કિસાન સભા ના પ્રમુખ પદે પણ નિયુક્ત થયા હતા.
→ તેમણે મુંબઈમાં નવજીવન અને સત્ય (માસિક) તથા યંગ ઇન્ડિયા (સાપ્તાહિક)ની શરૂઆત કરી હતી, જે વર્ષ 1919માં ગાંધીજીને સોંપી દીધા હતા.
→ આ ઉપરાંત તેમણે નૂતન ગુજરાત (દૈનિક), કિસાન બુલેટિન, ગ્રામ સ્વરાજ (અઠવાડિક) ના તંત્રી તરીકે પણ સેવા આપી હતી.
→ મેડમ કામાએ જે ત્રિરંગો ધ્વજ સ્ટુટગાર્ડ, જર્મની ખાતે ફરકાવ્યો હતો તે ભારત લાવવાનું કાર્ય ઇન્દુલાલ યાજ્ઞિકે કર્યું હતું.
→ તેમણે વર્ષ 1921માં ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિનું બંધારણ ઘડવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો તેમજ આ સમિતિના મંત્રી પણ બન્યા હતા.
→ તેમણે વર્ષ 1944માં નેનપુર (ખેડા)માં આશ્રમની સ્થાપના કરીને ત્યાં રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરી હતી.
મહાગુજરાત આંદોલનમાં ભૂમિકા
→ તેમણે સ્વતંત્રતા પ્રાપ્તિ પછી મહાગુજરાત આંદોલનમાં ઝંપલાવ્યું હતું તેમણે 9 સપ્ટેમ્બર, 1956 ના રોજ મહાગુજરાત જનતા પરિષદ ની રચના કરી હતી.
→ 31 ઓક્ટોબર, 1956ના રોજ ઇન્દુલાલ યાજ્ઞિકે મશાલ સરઘસ કાઢ્યું ત્યારે પ્રવિણ ચાલીસ હજારેએ તેમને ચાંદીની મસાલ ભેટમાં આપી હતી.
→ તેમણે વર્ષ 1960માં નૂતન ગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી હતી.
.....
→ તેમની આત્મકથા 6 ભાગો (જીવન વિકાસ, ગુજરાતમાં નવજીવન, કારાવાસ, જીવન સંગ્રામ, કિસાનકથા અને છેલ્લા વહેણ)માં વહેંચાયેલી છે. જેનો છઠ્ઠો ભાગ છેલ્લા વહેણ (મરણોત્તર) સાહિત્યકાર ધનવંત ઓઝાએ પૂરો કર્યો હતો.
→ તેમણે આશા-નિરાશા, રણસંગ્રામ, શોભારામની સરદારી, વરઘોડો, અણુલના દુશ્મન, ભોળાશેઠનું ભૂદાન વગેરે નાટકો અને માયા નવલકથાની રચના કરી હતી.
→ તેમણે સત્યાગ્રહ : નિષ્ફળ અને નકામું શસ્ત્ર, શહિદનો સંદેશ (ચરિત્ર ગ્રંથ), 'કુમારના સ્ત્રીરત્નો (વાર્તા સંગ્રહ), નાગપુર મહાસભા, ગામડાનું સ્વરાજ્ય, બંગભંગ, કિસાન જાહેરનામું, સ્વદેશી શા માટે?, સોવિયેટ દેશ વગેરે પરિચય પુસ્તિકાઓ અને રાષ્ટ્રગીત તથા મુકુલ જેવા સંપાદિત પુસ્તકો તેમજ અંગ્રેજીમાં પણ મી. ગાંધી એઝ આઈ નૉ હિમ અને શ્યામજી કૃષ્ણ વર્મા જેવા ચરિત્ર પસ્તકો લખ્યા હતા.
→ પ્રખ્યાત ગુજરાતી ફિલ્મ પાવાગઢનું પતન તેમણે તૈયાર કરી હતી.
→ તેમની સ્મૃતિમાં અમદાવાદના નેહરુ બ્રિજ પાસેના બગીચાનું નામ ઇન્દુલાલ યાજ્ઞિક પાર્ક રાખવામાં આવ્યું છે તથા ત્યાં તેમની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે.
→ તેમના સન્માનમાં ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા વર્ષ 1999માં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સમાજ સુધારકો શ્રેણી અંતર્ગત ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
→ તેમની સ્મૃતિમાં વર્ષ 2016-2017ને યુવા વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું.
→ તેમને નર્મદ સાહિત્ય સભા સુરત દ્વારા વર્ષ 1954-58 માટે નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
→ તેમના નિધન બાદ તેમની સંપત્તિ મહાગુજરાત સેવા ટ્રસ્ટને આપવામાં આવી હતી.
0 Comments