→ ગુજરાતી સાહિત્ય જગતના સમર્થ કવિ, ઇતિહાસકાર અને વિવેચક
→ તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જામનગર ખાતેથી લીધું હતું અને ત્યારબાદ તેમણે ભાવનગરની શામળદાસ કોલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે M.A.ની ડિગ્રી મેળવી હતી.
→ તેમણે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં, મુંબઇની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અને પોરબંદરમાં ગુજરાતી વિષયના અધ્યાપક અને આચાર્ય તરીકે ફરજ બજાવી હતી.
→ તેમણે વર્ષ 1966માં ન્યૂયોર્ક ખાતે પી.ઈ.એન. કોન્ફરન્સમાં ભારતીય લેખકોનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.
→ તેઓએ મુંબઇની આકાશવાણી વાર્તાલાપ વિભાગમાં સેવા આપી હતી.
→ અનંતરાય રાવળે તેમના વિશે લખ્યુ હતું કે, "સહૃદયોના ચિત્ત પર કવિ તરીકે મનસુખલાલની સમગ્રપણે પડતી છાપ એક જ વાકયમાં વર્ણવવી હોય તો કહેવાય કે તેઓ શિષ્ટ પ્રણાલિકાની પ્રકૃત્તિ કવિતાના સર્જક છે, એમના પ્રકૃતિ વર્ણનોમાં સંસ્કૃત કવિની મહેક કોઇ પણ સહૃદયથી છાની નહીં રહી શકે."
→ તેઓએ આપેલા સાહિત્યિક વ્યાખ્યાનોમાં કમળાશંકર વ્યાખ્યાન (1972), મુંબઇ વિશ્વવિધાલયમાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનો (1977), મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે સાંડેસરા વ્યાખ્યાન (1978)નો સમાવેશ થાય છે.
→ તેમની કવિતામાં અભિવ્યકિત કરતા વિચારશીલતા વધુ જોવા મળે છે.
→ પ્રણય અને પ્રકૃતિ તેમના સર્જનના ખાસ વિષય રહ્યા છે તેમજ તેમનું વિવેચન પંડિતયુગની પરંપરા જાળવતું સ્પષ્ટભાષી અને નિખાલસ છે.
0 Comments