Umashankar Joshi (ઉમાશંકર જોશી)

ઉમાશંકર જોશી
ઉમાશંકર જોશી

→ પૂરુંનામ : ઉમાશંકર જેઠાલાલ જોશી

→ જન્મ : 27-07-1911

→ જન્મ સ્થળ : બામણા (જિલ્લો : અરવલ્લી)

→ પિતા : જેઠાલાલ

→ માતા : નવલબહેન

→ મૃત્યુ : 19-12-1988

→ તખલ્લુસ / ઉપનામ : વાસુકિ, શ્રવણ, ગ્રામેરિયન

→ બિરુદ/ ઓળખ : વિશ્વશાંતિના કવિ, ગાંધીવાદના સમર્થ, ઉદગાતા, ગાંધીગીરા, શીલભદ્ર સારસ્વત


→ કવિતા, વિવેચન, સંશોધન, એકાંકી, નવલિકા, નિબંધ, પ્રવાસ, ચરિત્ર, અનુવાદ તેમજ સંપાદનક્ષેત્રે એમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે.

→ ઉમાશંકર જોશી રાજયસભાના સભ્ય રહી ચૂક્યા છે.

→ તેમણે “સંસ્કૃતિ” સામયિકની શરૂઆત કરી હતી.

→ ઉમાશંકર જોશી ઈ.સ. 1968 માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા હતા.

→ ઉમાશંકર જોશી ઈ.સ. 1978 થી 1982 સુધી ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષપદે રહ્યા હતા.

→ ઈ.સ. 1970માં ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ રહી ચૂક્યા છે તથા શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટીના ઉપકુલપતિ અને ભાષાભવનના અધ્યક્ષ રહી ચૂક્યા છે.


કૃતિઓ


કાવ્યસંગ્રહો

→ આ બધા કાવ્યો “સમગ્ર કવિતા” નામે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયા છે.

→ વિશ્વશાંતિ, ગંગોત્રી , નિશીથ (1967 : ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર) , પ્રાચીના, આતિથ્ય , વસંતવર્ષા , મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધરાવસ્ત્ર , સપ્તપદી,ભોમિયા વિના


વિવેચન ગ્રંથો

→ અખો : એક અધ્યયન

→ શૈલી અને સ્વરૂપ

→ સમસંવેદન

→ કવિની સાધના

→ શ્રી અને સૌરભ

→ કવિની શ્રદ્ધા


એકાંકી સંગ્રહો

→ સાપના ભારા


નાટક

→ શહીદ

→ હવેલી

→ આશંકા (પદ્યનાટક)


પ્રવાસ પુસ્તક

→ આંદામાનમાં ટહુકયા મોર

→ યુરોપયાત્રા

→ ચીનમાં 54 દિવસ

→ યાત્રી


ચરિત્રાત્મક લખાણો

→ “હ્રદયમાં પડેલી છબીઓ” ના બે ભાગ, “ઈશામું શીદા અને અન્ય”

→ જીવનનો કલાધર

→ મસ્તબાલ

→ યાત્રી

→ મારા ગાંધી બાપુ


નિબંધ સંગ્રહ

→ ગોષ્ઠી, ઉઘાડી બારી, શિવસુકલ્ય


નવલિકા ગ્રંથો

→ શ્રાવણી મેળો

→ વિસામો

→ નવલકથા : પારકા જણ્યા

→ સંશોધનગ્રંથ : પુરાણોમાં ગુજરાત

→ બાળસાહિત્ય : ગાંધીકથા

→ શિક્ષણ : કેળવણીનો કીમિયો

→ બાળગીત : સો વરસનો થા

→ અનુવાદ : શાકુંતલ, ઇફિજીનીયા ઈન ટોરિસ






જાણીતી પંક્તિઓ

→ અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માંગ્યું,કે ગીત અમે ગોટયું ગોટયું ને ક્યાય ના જડ્યું

→ ખંકેરી ફેકી દે વૃક્ષ પાંદડા, ના કદી થડ, રૂઢિયો ખરતી રુક્ષ, ટકી રહે સાંસ્ક્રુતિક વડ

→ ડોલે અંધારઘોર આભલા, છૂપી છૂપી કરે વાતડી

→ તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા, ગાંધી મુખે વિશ્વ માંગલ્ય ઘડી

→ ત્રણ વાના મુજને મળ્યા, હૈયું, મસ્તકને હાથ, બહુ દઈ દીધું નાથ, જો ચોથું નથી માંગવુ

→ ધન્યભૂમિ ગુજરાત ધન્ય હે ધન્ય ગિરા ગુજરાતી

→ ભૂખ્યા જનોને જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાઘશે

→ ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા

→ મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કૈક હું જિંદગીમાં

→ મળતા મળી ગઈ મોંધેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે....

→ માનવી પ્રકૃતિ સૌને વસુદૈવ કુટુંબકમ

→ માનવીના હૈયાને નંદવામાં વાર શી ..

→ મોટાઓની અલ્પત્તા જોઈ થાક્યા, નાનાની મોટાઈ જોઈ જીવું છું

→ મોતી ભાંગ્યું વીધતાં, મન ભાંગ્યું કવેણ.

→ વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો છે, વનોની છે વનસ્પતિ

→ વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી, સાથે ધરું ધૂળ વસુંધરાની

→ સૌંદર્ય પી, ઉરઝણ ગાશે પછી આપમેળે

→ સ્વતંત્ર પપ્રકૃતિ તમામ, એક માનવું જ કાં ગુલામ?

→ હજાર હસવા કરું, હ્રદયમાં ખુશાલી નથી.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments