મહારાજા સયાજીરાવ ગાયકવાડ | Sayajirao Gaekwad

મહારાજા સયાજીરાવ ગાયકવાડ
મહારાજા સયાજીરાવ ગાયકવાડ

→ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા બરોડા રજવાડાના મહારાજા અને લોક કલ્યાણ રાજા તરીકે જાણીતા શાસક શ્રી સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનો જન્મ 11 માર્ચ, 1863ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવ તાલુકાના કવલાણા ગામમાં થયો હતો.

→ તેમનું મૂળ નામ : ગોપાલ કાશીરાવ ગાયકવાડ હતું.

→ 27 મે, 1875ના રોજ વડોદરાના રાજા મલ્હારાવ અને મહારાણી જમનાબાઈએ તેમને દત્તક લીધા હતા અને નવું નામ સયાજીરાવ ત્રીજા આપ્યું હતું.

→ શ્રી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ 16 જૂન, 1875ના રોજ બરોડા રાજ્યની ગાદી સંભાળી હતી.

→ આ સમયે તેમની નાની ઉંમર હોવાના કારણે રિજન્સી કાઉન્સિલ હેઠળ શાસન કર્યું હતું.

→ તેમને વડોદરાના દિવાન ટી. માધવરાવ દ્વારા વહીવટી કૌશલનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. ટી, માધવરાવે મહરાજને શાસન માટે તૈયાર કરવા આવેલા વ્યાખ્યાનોનું સંકલન માઇનર હિંટસ અંગ્રેજી ભાષામાં અને શાસનસૂત્રો શીર્ષક હેઠળ ગુજરાતીમાં પ્રકાશિત કરાયું હતું.

→ તેઓ શાસન દરમિયાન રાજયમાં શૈક્ષણિક અને સામાજિક સુધારાઓ લાવવા માટે જાણીતા છે.

→ તેમણે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી હતી.

→ તેમણે રમેશચંદ્ર દત્તની મદદથી અમરેલીમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ લાગુ કર્યું હતું તેમજ સંસ્કૃતના પ્રચાર માટે દક્ષિણા પરીક્ષા શરૂ કરાવી હતી.

→ તેમણે વર્ષ 1881માં બરોડા કોલેજ ઓફ સાયન્સની સ્થાપના કરી હતી.

→ આ ઉપરાંત તેમના શાસનકાળ દરમિયાન ખેતી અને શિક્ષણ સંબંધી અનેક સુધારા થયા હતા. તથા કારોબારી અને ન્યાયતંત્રને અલગ પણ કર્યું હતું.

→ મહારાજા સયાજીરાવ રાજ્યના દરેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીની મદદ કરતા હતા. ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિભા જોઈ સયાજીરાવ ગાયકવાડે તેમને ઉચ્ચ શિક્ષણ માટે લંડન (કોલંબિયા યુનિવર્સિટી) મોકલ્યા હતા

→ સ્વતંત્રતા બાદ વર્ષ 1949માં તેમને “મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી’ (M.S. University) નામ આપવામાં આવ્યું હતું.

→ તેમણે વર્ષ 1908માં “બેંક ઓફ બરોડા' ની અને વર્ષ 1916માં બરોડા (વડોદરા) રાજ્યમાં પ્રજામંડળની સ્થાપના કરી હતી.

→ સાહિત્ય, સંગીત, નૃત્ય અને નાટક ક્ષેત્રે વિકાસ કરવાના હેતુથી વર્ષ 1916માં બરોડામાં સૌપ્રથમવાર "અખિલ ભારતીય સંગીત સંમેલન” નું આયોજન કરાવ્યું હતું. અને વડોદરામાં સંગીત મહાવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી.

→ ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે આવેલ "બનારસ હિન્દુ યુનિવર્સિટી" માં તેમના નામ પરથી સયાજીરાવ ગાયકવાડ લાઈબ્રેરીની સ્થાપના કરવામાં આવી હતી.

→ તેમના શાસનકાળ દરમિયાન રાજ્યમાં ધારાસભાની રચના કરવામાં આવી હતી.

→ આ ઉપરાંત કીર્તિ મંદિર, ન્યાય મંદિર, લક્ષ્મી વિલાસ પેલેસ, કલાભવન જેવી અનેક જોવાલાયક ઈમારતોનું નિર્માણ કરાવ્યું હતું.

→ જેના કારણે બરોડા રાજ્ય એક સુંદર કલાત્મક પર્યટન સ્થળ બન્યું હતું.

→ તેમની વહીવટી કુશળતાને યાદગાર બનાવવા માટે બરોડા મેનેજમેન્ટ એસોસિએશને તેમના નામ પરથી વર્ષ 2013માં ‘સયાજી રત્ન એવોર્ડ'ની સ્થાપના કરી હતી.

→ તેમણે ગુજરાતમાં સૌથી મોટા લક્ષ્મી વિલાસ પેલેસનું નિર્માણ કરાવ્યુ હતું. આ પેલેસ બર્મિગહામ પેલેસ (ઈંગ્લેન્ડ) કરતાં ચાર ગણો મોટો છે.

→ તેમની પત્ની ચીમનાબાઈની યાદમાં વડોદરામાં ન્યાયમંદિરનું નિર્માણ કરાવ્યુ હતું.

→ તેમણે આજવા ખાતે પાણી પુરવઠો, કાપડની મિલો, સેન્ટ્રલ લાઈબ્રેરી, કમાટીબાગ અને રેલવેની તેમજ બાળવિવાહ પ્રતિબંધ, અસ્પૃશ્યતા નિવારણ અને સંસ્કૃતનો પ્રચાર વગેરે મહત્વના કાર્યો થયા હતા.

→ તેમના સમયમાં વડોદરા એકમાત્ર એવું રાજ્ય હતું જેમાં ફક્ત જાગીદારો તેમજ ધનવાનો પાસે આવકવેરો લેવામાં આવતો હતો.

→ તેમની સ્મૃતિમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીની લાઈબ્રેરીનું નામ સયાજીરાવ લાઈબ્રેરી રાખવામા આવ્યું છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments