→ બાળપણથી જ તેઓ રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા હતા.
→ તેમણે 16 વર્ષની કડક વયે મીઠા સત્યાગ્રહ (દાંડીકૂચ)માં સક્રિય રીતે ભાગ લીધો હતો અને 2 વર્ષની સખત સજા ભોગવી હતી. આ ઉપરાંત તેમણે ધોલેરા, ધ્રાંગધ્રા અને ધ્રોળ વગેરે મીઠાના અગરોની લડતમાં પણ મહત્વનો ફાળો આપ્યો હતો.
→ તેમણે વર્ષ 1936માં કાઠિયાવાડ રાજકીય પરિષદની કાર્યવાહીમાં ભાગ લીધો હતો.
→ તેમણે વર્ષ 1942ની હિન્દ છોડો ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને કાઠીયાવાડ ક્રાંતિદળની રચના કરી હતી.
→ આરઝી હકૂમત : ભારત આઝાદ થયા બાદ અંગ્રેજ સરકારે સ્વતંત્ર થયેલા દેશી રાજ્યોને ભારત અથવા પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત કરી ત્યારે જુનાગઢના નવાબ મહોબતખાન ત્રીજાએ જૂનાગઢ રજવાડાને -જોડવાનો નિર્ણય લીધો હતો. જેના વિરોધમાં સપ્ટેમ્બર, 1947માં શામળદાસ ગાંધીએ મુંબઇમાં આરઝી હકૂમતની સ્થાપના કરી હતી. જેમાં રતુભાઇ અદાણી તેના સેનાપતિ હતા.
→ તેમની આગેવાની હેઠળ જુનાગઢ આઝાદ સેનાની રચના કરવામાં આવી હતી. જેણે રાજકોટમાં આવેલ જુનાગઢ હાઉસ કબજે કરી તેને આરઝી હકૂમતનું વડુમથક બનાવ્યું હતું.
રાજનીતિ ક્ષેત્રે ભૂમિકા
→ વર્ષ 1948 માં સૌરાષ્ટ્રની બંધારણ સભાના સભ્ય તરીકે ચુંટાયા હતા.
→ 1956માં દ્વિભાષી રાજ્ય થતાં મુંબઇ રાજ્યમાં દારૂબંધી, પંચાયત, કુટિર ઉધોગ, સર્વોદય વિભાગના મંત્રી થયેલા.
→ વર્ષ 1960માં ગુજરાત રાજ્યની ડો. જીવરાજ મંત્રીમંડળમાં તેઓ ગ્રામ પંચાયત અને કુટિર ઉધોગ વિભાગના મંત્રી બન્યા હતા.
→ તેઓ 1962-63 સુધી જીવરાજ મહેતા સરકાર હેઠળ માર્ગ અને જાહેર બાંધકામ વિભાગના મંત્રી હતા. તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના થઈ હતી.
→ આ ઉપરાંત, તેઓ વર્ષ 1972માં ઘનશ્યામભાઈ ઓઝાની સરકારમાં પણ મંત્રી બન્યા હતા.
અન્ય માહિતી
→ તેમણે ભાલ વિસ્તારના ગામડાંઓમાં લોક જાગૃતિની ઝુંબેશ ચલાવી હતી.
→ તેમણે મિત્રો સાથે મળીને વર્ષ 1948માં જૂનાગઢ નજીક શાહપુરમાં ગાંધીજીના રચનાત્મક પ્રવૃત્તિઓના ભાગરૂપે સર્વોદય આશ્રમની સ્થાપના કરી હતી.
→ તેઓ વર્ષ 1948માં સ્થપાયેલ સૌરાષ્ટ રચનાત્મક સમિતિના સ્થાપક સભ્ય હતા.
→ તેઓ રાજકારણમાંથી સ્વૈછિક નિવૃત્તિ લીધા પછી ક્ષયનિવારણ તેઓ સમિતિ, સોરઠ ગ્રામવિકાસ સમિતિ તથા ડૉ. જીવરાજ મહેતા સ્મારક સ્વાસ્થય સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પદે રહ્યા હતા.
→ આ ઉપરાંત, ઉપરાંત, તેમણે અમદાવાદ ડો. જીવરાજ મહેતા હોસ્પિટલ તથા લાઠી તાલુકાના ચાવડ ગામના કલ્યાણધામ વગેરે સ્થળોએ સેવાકામ કર્યુ હતું.
→ તેમણે ગુજરાતમાં ખાદીનો પ્રચાર-પ્રસાર કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.
→ તેમણે મહાગુજરાત આંદોલન દરમિયાન રાત-દિવસ એક થાય અને પૂર્વનો સૂર્ય પશ્ચિમમાં ઉગે તોય મહાગુજરાત નહીં થાય સૂત્ર ઉચ્ચાયું હતું.
0 Comments