→ દીર્ધદ્રષ્ટ્રા, રાજનીતિજ્ઞ અને ઉમદા વ્યક્તિત્વ ધરાવતા પ્રભાશંકર પટ્ટણી
→ તેઓએ માત્ર એક ટીકાને કારણે પોતાની અટક અટક ભટ્ટમાંથી પટ્ટણી કરી હતી.
→ તેઓએ આયુર્વેદ ડો. ઝંડુ ભટ્ટની પુત્રી સાથે લગ્ન કર્યા હતાં.
→ તેઓ મેટ્રિકની પરીક્ષામાં એકવાર નાપાસ થઇ બીજા પ્રયત્ને સમસ્ત કાઠિયાવાડમાં પ્રથમ આવેલા હતા.
→ ભાવનગરના મહારાજા તખ્તસિંહજીના સમયમાં યુવરાજ ભાવસિંહજી-બીજા 1884થી 1889 સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં ભણતા હતા ત્યારે પ્રભાશંકરે તેમના ‘કમ્પૅનિયન ટ્યૂટર’ તરીકે નોકરી સ્વીકારી.
ભાવનગર રાજ્યના દીવાન
→ તેઓ રાજકોટની રાજકુમાર કોલેજમાં ભાવનગરનાં ભાવિ રાજા અંગત ભાવસિંહજીના શિક્ષક થયા હતાં અને ભાવસિંહની ભલામણથી દેવગઢ બારિયામાં રાજ્યના ફોરેસ્ટ ઓફિસર તરીકે પણ નોકરી કરી હતી.
→ 29 જાન્યુઆરી, 1896ના રોજ ભાવનગરના મહારાજા તખ્તસિંહજીનું અવસાન થતાં ભાવસિંહજી-બીજાએ પ્રભાશંકરને ભાવનગર બોલાવી પ્રારંભે ‘પ્રાઇવેટ સેક્રેટરી’ તરીકે અને ત્યારબાદ રાજ્યના ‘મુખ્ય સેક્રેટરી’ તરીકે અને 19 ફેબ્રુઆરી, 1902માં તેમને ભાવનગર રાજ્યના દીવાનપદે નીમ્યા.
→ તેમજ નવા રાજા કૃષ્ણકુમારસિંહજીને પણ તેમણે ઉમદા કેળવણી આપી હતી.
→ તેમણે વર્ષ 1924માં પ્રથમ સાવરકુંડલા મહાલમાં પંચાયતીરાજના સફળ પ્રયોગ કર્યા બાદ સમગ્ર રાજ્યમાં વહીવટી વ્યવસ્થા સ્થાપવા કાયદો કર્યો હતો.
→ સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રની સ્થાપનમાં તેમનો મહત્વનો ફાળો હતો.
→ તેમણે ભાવનગર રાજ્યની નિષ્ઠાપૂર્વક સેવા કરી અને રાજકુટુંબનું, રાજ્યનું અને પ્રજાનું એમ ત્રણેયના હિતોનું રક્ષણ કર્યું હતું.
→ તેઓ 17 વર્ષ સુધી ભાવનગર રાજ્યના દીવાન પદે રહ્યા હતા.
→ 1909માં બ્રિટિશ સરકારે રાજ્ય અને પ્રજાની સેવાની કદર કરીને ‘સી. આઇ. ઈ.’ના ખિતાબથી તેમનું સન્માન કર્યું હતું. 1912ના ડિસેમ્બરમાં મુંબઈના ગવર્નરની કારોબારી સમિતિના સભ્ય તરીકે તેમની નિમણૂક થતાં તેમણે દીવાનપદેથી રાજીનામું આપ્યું.
અન્ય માહિતી
→ સર પ્રભાશંકર મુંબઈ સરકારની કારોબારી સમિતિના સભ્ય તરીકે ત્રણ વર્ષ સુધી રહ્યા. તે દરમિયાન 1915ના જૂનમાં તેમને ‘કે. સી. એસ. આઇ.’નો ઇલકાબ આપવામાં આવ્યો.
→ તેમને બ્રિટિશ સરકાર દ્વારા રાજ્ય અને પ્રજાની સેવાની કદર માટે CIE (કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઇંડિયન એમ્પાયર) થી સન્માન કરાયું હતું.
→ તેમણે કાયદાનો અભ્યાસ કરી સનદ મેળવી પણ આજીવિકા માટે વકીલાત ન કરવાનો સંકલ્પ કર્યો હતો.
→ તેમણે ગાંધીજીને હિંસક બનેલી અસહકારની ચળવળ મોકૂફ રાખવા અને બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા સમજાવ્યા હતાં.
→ વર્ષ 1932માં તેઓ રાષ્ટ્રસંઘની સભામાં હિંદના દેશી રાજ્યોના પ્રતિનિધિ તરીકે જિનિવા ગયા હતા.
→ તેમણે ઈંગ્લેન્ડમાં પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજોને સમસ્તનાં કલ્યાણની કામના કરવાનું સમજાવ્યું હતું તથા ગાંધીજીના મિત્ર હોવાથી સ્વાતંત્ર્ય સૈનિકોને મદદ કરતા હતાં.
→ 16 જુલાઈ, 1919ના રોજ મહારાજા ભાવસિંહજી-બીજાનો સ્વર્ગવાસ થતાં યુવરાજ કૃષ્ણકુમારસિંહજીની સગીરવય દરમિયાન બ્રિટિશ સરકારે ભાવનગર રાજ્યનો વહીવટ ચલાવવા માટે ‘એક વહીવટી સમિતિ’ નીમી અને તેના વડા તરીકે ભાવનગર રાજ્યના હિતચિંતક એવા પ્રભાશંકર પટ્ટણીને નીમ્યા.
0 Comments