→ ગુજરાતી ભાષાની પ્રથમ મૌલિક નવલકથા 'કરણ ઘેલો'ના સર્જક, સમાજસુધારક તથા સુરતના ૩ નન્ના (નર્મદ/નવલરામ/નંદશંકર)માંના એક નંદશંકર મહેતા
પ્રથમ ગુજરાતી નવલકથા : કરણ ઘેલો
→ તેમણે વર્ષ 1866માં એજયુકેશન ઇન્સ્પેક્ટર રસેલ સાહેબના કહેવાથી ગુજરાતી ભાષાની સૌપ્રથમ મૌલિક નવલકથા 'કરણ ઘેલો' આપી છે.
→ આ નવલકથા તેમણે પ્રખ્યાત અંગ્રેજી ઐતિહાસિક નવલકથાકાર લેખક સર વોલ્ટર સ્કોટની કૃતિમાંથી પ્રેરણા લઈ લખી હતી.
→ કરણ ઘેલો નવલકથામાં ગુજરાતનાં છેલ્લા રાજપૂત શાસક કરણ વાઘેલા અને દિલ્હી સલ્તનતના સુલતાન અલાઉદ્દીન ખિલજી વચ્ચે થયેલા યુદ્ધનું વર્ણન છે. જેમાં કરણદેવ, ગુણસુંદરી, કેશવ, માધવમંત્રી, રૂપસુંદરી જેવા પાત્રોનો સમાવેશ થાય છે.
→ કરણ ઘેલોનું અંગ્રેજીમાં અનુવાદ વર્ષ 2015માં જાણીતા અંગ્રેજી પ્રકાશન પેંગ્વિન દ્વારા કરવામાં આવ્યું હતું.
→ તેઓ નર્મદ દ્વારા મુંબઈમાં સ્થાપિત બદ્ધિવર્ધક સભાના સભ્ય પણ હતા.
→ તેઓ એક સામાજિક અને ધાર્મિક સુધારક હતાં.
→ તેઓ વિધવાવિવાહ, મહિલા શિક્ષણ, બાળવિવાહ વિરોધ, અસ્પૃશ્યતા નિવારણ, વિદેશી મુસાફરી પ્રતિબંધ પર નાબૂદી, કર્મકાંડ અને અંધશ્રદ્ધાનો વિરોધ કરતાં અનેક સામાજિક સંગઠનો સાથે સંકળાયેલા હતા.
→ તેઓને તેમના આઈરિશ શિક્ષક ગ્રીને નાનકડા ક્રોમવેલ તરીકે ઓળખાવ્યા છે.
→ નંદશંકરનાં અન્ય લખાણોમાં ગુજરાતમિત્ર આદિ સામયિકોમાં પ્રકાશિત વિવેચનલેખોનો સમાવેશ થાય છે.
→ તેમણે સંસ્કૃત માર્ગોપદેશિકા અને ત્રિકોણમિતિના અનુવાદો પણ આપેલા છે.
→ તેમણે વર્ષ 1867મા સુરતમાં ટીચર્સ ટ્રેનિંગ કોલેજમાં આચાર્ય તરીકે ફરજ બજાવી હતી. આ ઉપરાંત તેઓ વર્ષ 1877મા કચ્છના દીવાન પદે રહ્યાં હતાં.
→ સરકારના પાઠ્યપુસ્તક મંડળના સભ્ય સર થિયોડોર હોપના કહેવાથી તેઓ સનદી સેવામાં જોડાયા હતાં અને અંકલેશ્વર ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવી હતી.
→ તેઓ દિલ્હી દરબારમાં વિશિષ્ટ સન્માન સાથે રાવ બહાદુરનો ખિતાબ સૌથી નાની વયે મેળવનાર પ્રથમ સાહિત્યકાર હતાં.
→ તેમના સૌથી નાના પુત્ર વિનાયક રાવે તેમનું જીવનચરિત્ર નંદશંકર નામથી લખ્યું છે.
→ 1877માં તેમને ‘રાવબહાદુર’નો ખિતાબ મળ્યો.
→ ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા “કરણઘેલો”ના સર્જક. ગુજરાતી ભાષાની ઐતિહાસિક કથાવસ્તુવાળી પ્રથમ નવલકથા.
→ નંદશંકરનાં લખાણોમાં ‘ગુજરાતમિત્ર’ આદિ સામયિકોમાં પ્રકાશિત વિવેચનલેખોનો સમાવેશ થાય છે. એમણે ‘સંસ્કૃત માર્ગોપદેશિકા’ અને ‘ત્રિકોણમિતિ’ના અનુવાદો પણ આપેલા છે.
0 Comments