→ દલપતરામનું વખણાતું સાહિત્ય : હડૂલા (ઉખાણાં પ્રકારની રચના)
દલપતરામની જાણીતી પંક્તિઓ
→ હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો
→ આવ ગિરા ગુજરાતી તેને અતિ શોભિત શણગાર સજાવું
→ અંધેરી નગરી ને ગંડુ રાજા
→ રૂડો, જુઓ આ વઋતુરાજ આલ્બી, મુકામ તેણે વનમાં જમાવ્યો, તરુવરોએ શણગાર કીધો
→ સાગ ઉપ કાગ બેઠો રથે બેઠા રાણી, બદા બેઠા માંચીએ ને દુનિયા ડહોળે પાણી
→ સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ; અન્યનું તો એક વાંકું, આપના હજાર છે.
→ "મરતાં સુધી મટે નહિ, પડી ટેવ પ્રખ્યાત, ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત’
→ માનવજાતિ માત્ર ભલે વસે સહુ ભૂમિમાં, પણ ગીતિનું પાત્ર ફૂટી ગયું રે ફારબસ
→ લાંચિયાનું ગયું રાજય તોય નથી ગઈ લાંચ, જુલમી રાજા ગયા ને જુલમ જાહેર છે.
→ અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ કવિ તથા ગુજરાતીમાં સૌપ્રથમ કરુણ પ્રશસ્તિ રચનાર
→ એલેક્ઝાન્ડર ફાર્બસ સાથે મળી ઈ.સ. 1848ના ડિસેમ્બરમાં “ગુજરાત વર્નાક્યુલર સોસાયટી” (ગુજરાત વિદ્યાસભા)ની સ્થાપના કરી તથા તેના દ્વારા પ્રકાશિત સામયિક ‘'બુદ્ધિપ્રકાશ'ના તંત્રીપદે પણ રહ્યા. આગળ જતાં આ સંસ્થા 'ગુજરાત વિદ્યાસભા' તરીકે ઓળખાઈ.
→ દલપતરામે તત્કાલીન વડોદરાના મહારાજા ખંડેરાવ ગાયકવાડના દરબારમાં જઈને “રૂડી ગુજરાતી વાણી રાણીના વકીલ' તરીકે પોતાની ઓળખાણ આપી હતી.
→ 1834થી 1841 દરમિયાન કકડે કકડે મૂળીમાં રહીને તેમણે સ્વામી દેવાનંદ પાસે છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર અને ભાષાનો અભ્યાસ કર્યો. તે પરથી તેમણે ‘જ્ઞાનચાતુરી’ અને ‘વ્રજચાતુરી’ નામના ગ્રંથો વ્રજભાષામાં લખ્યા. પછી તો દલપતરામ ‘સત્સંગ’ના કવિ તરીકે ખ્યાતિ પામ્યા.
0 Comments