સોમાલાલ શાહ | Somalal Shah

સોમાલાલ શાહ
સોમાલાલ શાહ

→ જન્મ : 14 ફેબ્રુઆરી 1905, કપડવંજ (ખેડા)

→ અવસાન : 1994,(અમદાવાદ)

→ રંગના રાજા તરીકે જાણીતા ચિત્રકાર


→ ગુજરાતના જાણીતા ચિત્રકાર રવિશંકર રાવળની સલાહથી સોમાલાલ શાહ વડોદરામાં વર્ષ 1926 થી 1928 સુધી પ્રમોદકુમાર ચટ્ટોપાધ્યાય પાસે કલાની તાલીમ લીધી હતી.

→ ભાવનગરના દક્ષિણામૂર્તિ લોક શાળામાં કલાશિક્ષક તરીકે સેવા આપી અને તેમને રંગના રાજા તરીકે ઓળખવામાં આવે છે.

→ જનકલ્યાણ સામયિકમાં તેમના ચિત્રો પ્રકાશિત થતાં.

→ તે પક્ષી ચિત્રો બનાવવા માટે જાણીતા હતાં.

→ ભાવનગરના નરેશ ધર્મેન્દ્રકુમાર સિંહની પ્રેરણાથી 300 જેટલા પક્ષી ચિત્રો બનાવેલા છે.

→ વીણાના મૃગ, યક્ષાકાન્તા, અહલ્યા, દેવયાની, ભયગ્રસ્ત હરણા, મેળાનો માનવી તેમના જાણીતા ચિત્રો છે.

→ સોમાલાલશાહે ચિત્રસાધના વખતે ગુજરાતનાં લોકજીવન વિષય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

→ જેઓ ભાવનગરમાં આવેલી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ચિત્રના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતાં.

→ તેઓ બંગાળ-શૈલીના જાણીતા ચિત્રકાર ક્ષિતેન્દ્રનાથ મજુમદારના શિષ્ય બન્યા હતા.

→ કોલકત્તામાં તાલીમ દરમિયાન તેમનો પરિચય જાણીતા ચિત્રકાર અવનીન્દ્રનાથ ટાગોર સાથે થયો હતો.

→ તેઓ ચિત્રસર્જનની વોશ શૈલી માટે જાણીતા હતા. (વોશ શૈલી : કાગળ પર પીંછીથી રંગોનું લેપન કરી, સુકાય પછી ફરી રંગ કામ કરી ચિત્રો ઉપસાવવાની શૈલી)


પુરસ્કાર

→ વર્ષ 1949 : રણજિતરામ સુવર્ણચંદ્રક

→ વર્ષ 1968 : ગૌરવ પુરસ્કાર (લલિતકલા અકાદમી દ્વારા)

→ વર્ષ 1989 :રવિશંકર રાવળ પુરસ્કાર


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments