→ જન્મ : 28 જાન્યુઆરી, 1865 (ધુડિકે, જિ. મોંગા, પંજાબ)
→ માતા: ગુલાબ દેવી
→ પિતા : મુન્શી રાધાક્રિષ્ન
→ બિરુદ : પંજાબ કેસરી, શેર-એ-પંજાબ
→ અવસાન : 17 નવેમ્બર, 1928
→ ભારતીય સ્વાતંત્ર્ય ચળવળના અગ્રણી નેતા તથા લાલ-બાલ અને પાલ ની ત્રિપુટી પૈકીના એક લાલા લજપતરાય
→ તેમણે સ્વામી દયાનંદ સરસ્વતી સાથે મળીને આર્ય સમાજને પંજાબમાં લોકપ્રિય બનાવી હતી.
→ તેમણે લાલા હંસરાજની સાથે મળીને દયાનંદ એંગ્લો વૈદિક વિધાલયની સ્થાપના કરી હતી.
→ તેમણે ભારતમાં તરુણ ભારત નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરીને લાખો યુવાનોને ભારતની આઝાદી માટે તૈયાર કર્યા હતાં.
→ તેમણે રાષ્ટ્રીય કોલેજ લાહોરની પણ સ્થાપના કરી હતી. જેનાથી ભગતસિંહ અને સુખદેવ જેવા ક્રાંતિકારીઓની દેશને ભેટ મળી હતી.
→ તેમણે વર્ષ 1917માં ન્યૂયોર્કમાં The Indian Home Rule League of Americaની સ્થાપના કરી હતી.
→ તેમણે વર્ષ 1920માં All India Trade Unionion Congress (AITUC)ના અધ્યક્ષ પણ રહી ચુક્યાં હતા.
→ વર્ષ 1921માં તેમના દ્વારા Servants of People Societyની સ્થાપના કરવામાં આવી હતી.
→ તેમણે પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપનીની સ્થાપના કરી હતી.
પુસ્તક અને સામાયિક
→ તેમણે હિન્દીમાં શિવાજી, શ્રીકૃષ્ણ અને અન્ય મહાપુરુષોની જીવનીઓ લખી હતી તથા ઈંગ્લેન્ડ્સ ડેન્ટ ટૂ ઇન્ડિયા, યંગ ઇન્ડિયા અને ધ પોલિટિકલ ફ્યૂચર ઓફ ઇન્ડિયા જેવા પુસ્તકો તેમજ ધ સ્ટોરી ઓફ માય લાઇફ નામની આત્મકથા લખી હતી.
→ તેમણે અંગ્રેજોની અન્યાયી નીતિથી પ્રજાને માહિતગાર કરવા માટે ઘ પંજાબ અને વંદે માતરમ્ નામનાં વર્તમાનપત્રો શરૂ કર્યા હતા તથા અંગ્રેજી સાપ્તાહિક ધ પ્યુપિલનું સંપાદન કાર્ય પણ કર્યુ હતું.
સાયમન કમિશનનો વિરોધ અને મૃત્યુ
→ વર્ષ 1921માં ભારત શાસન અધિનિયમ,1919 (મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારા) લાગુ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત આ સુધારાની સમીક્ષા કરવા માટે દસ વર્ષ પછી એક આયોગની રચના કરવામાં આવશે.
→ પરંતુ નવેમ્બર, 1927માં બ્રિટિશ સરકારે ભારતીય શાસન આયોગની રચના કરી જેના અધ્યક્ષ સર જોન સાયમન હતાં. તેથી આ આયોગ સાયમન કમિશનના નામે ઓળખાય છે. આ આયોગનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં જવાબદાર સરકારની સ્થાપના કેટલા અંશે યોગ્ય છે, તે અંગે અહેવાલ તૈયાર કરવાનો હતો.
→ વર્ષ 1928ના રોજ સાયમન કમિશન મુંબઇ પહોંચ્યું. જેમાં 7 સભ્યો હતા પરંતુ એક્પણ ભારતીયને સ્થાન મળ્યું ન હતું. આથી લોકોએ સાયમન કમિશનનો સાયમન ગો બેકના નારા સાથે વિરોધ કર્યો.
→ 17 નવેમ્બર, 1928ના રોજ લાહોર રેલ્વે સ્ટેશન પર સાયમન કમિશનના વિરોધ દરમિયાન લાલા લજપતરાયનું પોલીસ લાઠી ચાર્જમાં ગંભીર ઇજા થવાને કારણે નિધન થયું હતું.
→ તેમણે કહ્યું હતું કે, મારા શરીર પર કરાયેલ લાઠીનો એક એક પ્રહાર બ્રિટીશ સરકારના કફનની ખીલી સાબિત થશે.
લાલ-બાલ-પાલ
→ તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના જ્હાલવાદી દળના નેતા હતા.
→ જહાલવાદી દળમાં બાલ ગંગાધર ટિળક, બિપિનચંદ્ર પાલ અને લાલા લજપતરાય હતા. આ ત્રિપુટી લાલ-બાલ-પાલ તરીકે જાણીતી છે.
→ લાલ-બાલ-પાલ ત્રિપુટી એ ભારતમાં સ્વદેથી આંદોલનની પહેલ કરી હતી. જે અંતર્ગત તમામ આયાતી વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવતો અને ભારતમાં નિર્મિત્ત વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો.
→ લાલા લજપતરાય વર્ષ 1920માં કોલકત્તામાં આયોજીત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ હતા.
→ વર્ષ 1965માં તેમની જન્મશતાબ્દિ નિમિત્તે ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા તેમના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
→ ભારત સરકારના માહિતી અને બ્રોડકાસ્ટિંગ મંત્રાલય હેઠળની ફિલ્મ ડિવીઝન દ્વારા વર્ષ 1968માં તેમના માનમાં LALA LAJPAT RAI નામની દસ્તાવેજી ફિલ્મ બનાવવામાં આવી હતી.
→ વર્ષ 2015માં તેમની 150 જન્મજયંતી નિમિત્તે રૂ. 10નો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો.
0 Comments