રામકૃષ્ણ પરમહંસ | Sri Ramakrishna Paramahansa

રામકૃષ્ણ પરમહંસ
રામકૃષ્ણ પરમહંસ

→ જન્મ : 18 ફેબ્રુઆરી 1836, બંગાળ પ્રાંત સ્થિત કામારપુકુર ગામમાં થયો હતો.

→ અવસાન : 15 ઑગસ્ટ 1886

→ અર્વાચીન ભારતના મહાન સંત

→ મૂળ નામ : ગદાધર

→ પિતા : ખુદીરામ ચૅટરજી

→ રાશિ પ્રમાણે નામ : શંભુચંદ્ર

→ માતાનું નામ : ચંદ્રમણિ

→ લગ્ન : શારદામણિ


→ સ્વામી વિવેકાનંદ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામનારા નરેન્દ્રનાં ગુરુ દક્ષિણેશ્વરનાં ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસ ભારત દેશના મહાન સંત અને વિચારક હતા.

→ કોલકાતા નજીક દક્ષિણેશ્વર સ્થિત કાલીમાતાના મંદિરના અગ્રણી (તેમના મોટાભાઈ) રામકુમારે એમને પુરોહિત તરીકેની જવાબદારી સોંપી, પણ એ કાર્યમાં પણ એમનો જીવ લાગ્યો નહીં. સમય આગળ જતાં એમના મોટાભાઈ પણ દુનિયા છોડી ચાલ્યા ગયા. અંતરમાંથી ઇચ્છા ન હોવા છતાં રામકૃષ્ણજી મંદિરની પૂજા તેમ જ અર્ચના કરવા લાગ્યા હતા. આમ રામકૃષ્ણજી કાલીમાતાના આરાધક બની ગયા. વીસ વરસની ઉંમરે અવિરત સાધના કરતાં કરતાં માતાની કૃપાથી એમને પરમ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું.

→ તેમણે “પરમહંસ મઠ” ની સ્થાપના કરી અને કહ્યું કે ધાર્મિક મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ “માનવ સેવા” છે.

→ લોકશિક્ષક તરીકે રામકૃષ્ણ પરમહંસ અતિશય લોકપ્રિય હતા. તેઓ ગ્રામીણ બંગાળી ભાષામાં નાની નાની ઉદાહરણરૂપ કથા-વાર્તાઓ કહી ઉપદેશ આપતા.

ભૈરવી બ્રાહ્મણી નામની એક સ્ત્રી દ્વારા દીક્ષા લઈને તેમણે તંત્રમાર્ગની ઉપાસના પદ્ધતિ અપનાવી. તે પછી વૈષ્ણવ ઉપાસનાના કાળ દરમિયાન દાસ્યભાવ, સખ્યભાવ, વાત્સલ્યભાવ, કાન્તભાવ અને મધુરભાવને પોતાની સાધનામાં અપનાવ્યા. ત્યારબાદ નિર્ગુણ સાધના તરફ વળ્યા.

તોતાપુરી નામના પ્રખર જ્ઞાનમાર્ગીએ તેમને અદ્વૈત વેદાન્તમાં દીક્ષિત કર્યા.

→ ઈશ્વર-પ્રાપ્તિ એ માનવજીવનનો સર્વોચ્ચ લક્ષ્ય છે એવું તેઓ માનતા હતા. એમના મતે, કામ તેમ જ અર્થ મનુષ્યને ઈશ્વરમાર્ગ પરથી ચલિત કરે છે; એમના વિચાર મુજબ “કામ-કાંચન” અથવા “કામિની-કાંચન”નો ત્યાગ કરવાથી ઈશ્વરમાર્ગ પ્રગટ થાય છે. તેઓ ‘માયા’ શબ્દ માટે દર્શાવતા કે જગતમાં ‘અવિદ્યા માયા’ (અર્થાત કામના, વાસના, લોભ, મોહ, નિષ્ઠુરતા ઇત્યાદિ) મનુષ્યને ચેતનાના સૌથી નિમ્નતમ સ્તરે લઇ જાય છે. આ જ માયા મનુષ્યને કર્મના બંધનમાં તેમ જ જન્મ-મૃત્યુના ફેરામાં જકડી રાખે છે. બીજી બાજુ જગતમાં ‘વિદ્યા માય઼ા’ (અર્થાત આધ્યાત્મિક ગુણ, જ્ઞાન, દયા, શુદ્ધતા, પ્રેમ, ભક્તિ ઇત્યાદિ) મનુષ્યને ચેતનાના સર્વોચ્ચ સ્તરે લઇ જાય છે, અને મનુષ્યને મોક્ષ તરફ દોરી જાય છે.

શંભુચરણ મલ્લિક અને અન્ય ખ્રિસ્તીઓ પાસેથી તેમણે બાઇબલનું શ્રવણ કર્યું.

→ શ્રીરામકૃષ્ણજી ઇસ્લામ તેમ જ ખ્રિસ્તી ધર્મ સહ વિવિધ ધર્મનો અભ્યાસ કરી સર્વ માર્ગ એક જ ઈશ્વર તરફ દોરી જાય છે, એમ કહેતા. એમનું સૂત્રો “યત્ર જીવ તત્ર શિવ” અર્થાત જ્યાં જીવન, ત્યાં શંકર ભગવાન તણું અધિષ્ઠાન અને “જીબે દય઼ા નય઼, શિબજ્ઞાને જીબસેબા” (જીવદયા નહીં પણ શિવજ્ઞાને જીવસેવા)– તેમનો આ ઉપદેશ સ્વામી વિવેકાનંદ માટે માર્ગદીપ સાબિત થયો હતો.

'શ્રીમ' નામથી પ્રસિદ્ધ થયેલા મહેન્દ્રનાથ ગુપ્તાજીએ "શ્રીશ્રીરામકૃષ્ણકથામૃત ગ્રંથ"માં પરમહંસજીના આ ધર્મવિચારોને શબ્દબદ્ધ કર્યા. શ્રીરામકૃષ્ણજીના અનુયાયીઓ માટે આ મુખ્ય ધર્મગ્રંથ છે.

→ રામકૃષ્ણ મિશન એક હિંદુ ધાર્મિક અને આધ્યાત્મિક સંગઠન છે જેની સ્થાપના સ્વામી વિવેકાનંદ દ્વારા 1લી મે,1897ના રોજ કરવામાં આવી હતી. સંસ્થાનું મુખ્યાલય બેલુર મઠ, હાવડા, પશ્ચિમ બંગાળ ખાતે આવેલું છે.

→ સ્વામી વિવેકાનંદનાં લખાણો અને મહેન્દ્રનાથ ગુપ્તા દ્વારા બંગાળીમાં લિખિત ‘શ્રી રામકૃષ્ણ કથામૃત’ (અંગ્રેજી અનુવાદ ‘ધ ગૉસ્પેલ ઑવ્ શ્રી રામકૃષ્ણ’) આધારભૂત છે.

‘ધ ગૉસ્પેલ ઑવ્ શ્રી રામકૃષ્ણ’ પુસ્તક ઊંચે ઊર્ધ્વ ચેતનામાં લઈ જનારું નીવડે છે, તેટલું જ હૃદયસ્પર્શી અને ઉદાત્ત પણ છે.

→ ગળાના સખત ચેપી રોગના કારણે 1886ની 15મી ઑગસ્ટે હંસ સમા આ મહાન પરમહંસ હિમાલયની ગોદમાં ચિરનિદ્રામાં પોઢી ગયા.

→ સુપ્રસિદ્ધ તત્વજ્ઞાની વિશ્વનાથ એસ. નરવણેના શબ્દોમાં રામકૃષ્ણનું મૂલ્યાંકન કરતાં કહી શકાય કે ‘ગ્રીક ચેતનાના વિકાસમાં પચીસ સો વર્ષ અગાઉ જે સ્થાન સૉક્રેટિસનું હતું તે જ સ્થાન આધુનિક ભારતીય ચિંતનવિકાસમાં રામકૃષ્ણ પરમહંસ ધરાવે છે.’

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments