ચિનુ મોદી | Chinu Modi

ચિનુ મોદી
ચિનુ મોદી

જન્મ: 30 સપ્ટેમ્બર, 1939 (વિજાપુર, મહેસાણા)

અવસાન : 19 માર્ચ, 2017 (અમદાવાદ)

પૂરું નામ : ડો. ચીનુભાઈ ચંદુલાલ મોદી

ઉપનામ : ઇર્શાદ, ગરલ



→ ગુજરાતી સાહિત્યના વિવિધ સ્વરૂપોમાંથી તરબી પ્રકારની ગઝલના સર્જક અને ક્ષણિકા પ્રકારના કાવ્ય માટે જાણીતા છે.

→ તેમની પ્રથમ નવલકથા શૈલ મજમુદાર છે.

→ તેમણે વર્ષ 1968માં ગુજરાત વિધાપીઠમાંથી Ph.D પદવી મેળવી હતી.

→ તેમણે વર્ષ 1964–1975 દરમિયાન અમદાવાદની સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજમાં અધ્યાપક તરીકે અને ત્યારબાદ વર્ષ 1975-77 દરમિયાન અમદાવાદ ખાતે ઇસરો (ISRO)માં સ્ક્રિપ્ટટાઇટર તરીકે સેવા આપી હતી.

→ તેમણે જાહેરાત ક્ષેત્રમાં ફ્રીલાન્સર (1977-2017) તરીકે કાર્ય કર્યુ હતું.

→ આ ઉપરાંત તેમણે આકાશવાણી અને ટી.વી. પર ઘણા કાર્યક્રમો આપ્યા હતાં.

→ તેમને બાહુક કૃતિ માટે શ્રી ઉશનસ્ પારિતોષિક (1982-83), નરસિંહ મહેતા પુરસ્કાર (2008), અને ખારાં ઝરણાં કવિતા માટે દિલ્હીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર (2013)થી સન્માનિત કરવામાં આવ્યા હતાં

કાવ્યસંગ્રહો : ક્ષણોના મહેલમાં, વાતાયન, શપિત વનમાં, દેશવટો, દર્પણની ગલીમાં, ઉર્ણનાભ, ઇર્શાદ ગઢ, અફવા, ઇનાયત, પર્વત નામે પથ્થર દરિયાને નામે પાણી

એકાંકીઃ ડાયલના પંખી (એબ્સર્ડ એકાંકી), કોકબેલ, જાલકા, અશ્વમેઘ, શુકદાન, માલિક

ખંડકાવ્ય : બાહુક (નળાખ્યાન પર આધારિત)

નાટક :હુકમ

નવલકથા : કાળો અંગ્રેજ, શૈલા મજમુદાર : પ્રથમ નવલકથા (1966), ભાવચક્ર (1975), લીલા નાગ (1971), ભાવ-અભાવ (1969), પહેલા વરસાદનો છાંટો (1987), હેંગ ઓવર (1985)

અનુવાદ : વસંતવિલાસ (ફાગુ કાવ્યનો અનુવાદ) (1957)

વાર્તાસંગ્રહ : પ્રથમ વાર્તાસંગ્રહ : ડાબી મૂઠી જમણી મૂઠી (1986)

વિવેચન : મારા સમકાલીન કવિઓ, બે દાયકા યાર કવિઓ

→ ‘ખંડકાવ્ય–સ્વરૂપ અને વિકાસ’ (1974) તેમનો મહાનિબંધ છે.

ચરિત્ર લેખ : કૃષ્ણલાલ શ્રીધરાણી

અન્ય: તપાસીએ (ગઝલ, ગમી તે ગઝલ સંપાદન), નકશાના નગર, ચઢો રે શિખર રાજા રામના (1975)



પંક્તિઓ

→ એક લીલા ઝાડ પર તૂટી પડેલી વીજળી !
હું હજી જીવી રહ્યો છું જો, ફરી આકાશ ચઢ

→ પાંદડા ઝાકળ વિખેરે ડાળ પણ નિર્મમ થતી
કોઈને પણ આ તકાદો કાળનો કયાંથી ગમે?

→ કયારેક કાચ સામે, કયારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી

→ જાત ઝાકળની છતાં કેવી ખમારી હોય છે
પુષ્પ જેવા પુષ્પ પણ મારી સવારી હોય છે.

→ આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારે ઘેર પધારો ઓ ગંજીપાની રાણી.



→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments